સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં આચાર્ય ડૉ.જી.આર પરમારના માર્ગદર્શન અંતર્ગત સમાજમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે CCYOFP કો. ઓ. અને સપ્તધારાની રંગ કલા કૌશલ્ય ધારા અને જ્ઞાનધારા અંતર્ગત પર્યાવરણલક્ષી સ્લોગન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર સ્લોગનો અને ચિત્રો દ્વારા પર્યાવરણ બચાવવા માટે સ્લોગન અને ચિત્ર દ્વારા પ્રયાસ કર્યો હતો.
CCYOFP કો. ઓ.પ્રા. દિગેશ પવાર દ્વારા સ્પર્ધા વિશેની માહિતી અને નિયમો જણાવવામાં આવ્યા. આચાર્ય ડૉ.જી.આર. પરમાર અને ઉપાચર્ય પ્રા. જે.સી.ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને પ્રસંગોપાત પર્યાવરણ જાળવણી અંગે માહિતી આપી પ્રેરિત કર્યા. ચિત્ર સ્પર્ધા સવારે 9 કલાકથી 11 કલાક સુધી રાખવામાં આવી. વિધાર્થીઓએ પોતાના પર્યાવરણીયલક્ષી વિચારો અને સ્લોગનો પોતાના ચિત્રમાં દર્શાવ્યા. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે અર્થશાસ્ત્ર વિભાગની પ્રા. દિનાબેન ધંધુકિયા, હિન્દી વિભાગના પ્રા. ધમેન્દ્રભાઈ વસાવા અને પ્રા.ધવલભાઈ ચૌધરીએ નિભાવી હતી. નિર્ણાયકો દ્વારા ત્રણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે- પંચાલ નંદની એચ.- એફ.વાય.બી.કોમ. દ્વિતીય ક્રમે – ખત્રી મદીનાં .આર.-એફ.વાય.બી.કોમ તૃતીય ક્રમે – નોરાત ફાઇજા એફ.- એફ.વાય.બી. કોમ. અને માછી પ્રિયંકા. ડી. એફ.વાય.બી.એ. વિજેતા રહ્યા હતા.આ સ્પર્ધાના ઇન્ચાર્જ તરીકે અંગ્રેજી વિભાગની પ્રા. અલ્પાબેન એ.ચૌધરી નિભાવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત અને માર્ગદર્શન આપ્યું હતું. દરેક અધ્યાપક મિત્રોએ સ્પર્ધાને સફળ બનાવવાના પ્રયત્નો કર્યા હતા.
નેત્રંગ ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં પર્યાવરણલક્ષી સ્લોગન ચિત્ર સ્પર્ધા યોજાઇ.
Advertisement