Proud of Gujarat
INDIAFeaturedGujarat

માહોલ કેવો છે ? આંતરિક સર્વેમાં જોતરાયા રાજકીય પક્ષો, વિધાનસભા ચૂંટણીઓ પહેલા મતદારોના મિજાજને પારખવાનો પ્રયાસ.

Share

ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે. જેમ જેમ ચૂંટણીઓ અંગેનો માહોલ જામતો જઇ રહ્યોં છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પણ એક્શન મોડ ઉપર જોવા મળી રહ્યા છે, ચૂંટણીના રણમાં જવા પહેલા કેટલાય રાજકીય પક્ષના દાવેદારો એ રાજકીય માહોલ પારખવા માટે ગામેગ ગામ પોતાના ખબરીઓને કામે લગાડ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

રાજકીય માહોલને પારખવા અને કયા મુદ્દે મતદારો વચ્ચે જઈ મત માંગી શકાય તે તમામ બાબતો ઉપર દાવેદારો અને જે તે પાર્ટીના અગ્રણી નેતાઓએ આંતરિક સર્વે હાથ ધર્યું છે. આ સર્વેમાં ક્યાં વિસ્તારમાં શુ સમસ્યા અથવા ક્યાં મુદ્દાઓને લઇ પ્રજા વચ્ચે મત માંગી શકાય અથવા તો શું શું રણીનીતિ અપનાવી શકાય તેમ તમામ બાબતો બુથ લેવલથી બારીકાઈથી નેતાઓ પારખવાની કામગીરી કરવામાં પોતાની ટીમોને કામે લગાડી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

દાવેદારો અને જે તે સંભવિત ફાઇનલ ઉમેદવારો એ પોતાના જે તે વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં આંટા ફેરા પણ વધાર્યા છે તેમજ ગામના મુખ્યાથી લઇ ગામના યુવાનો સુધી પહોંચી પોતાની તરફ આકર્ષણ ઉભું કરવાના પ્રયત્નોમાં લાગ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, સાથે સાથે કેટલીક પાર્ટીઓ દ્વારા તો મતદારોના મિજાજ પારખવા માટે મોબાઈલ ફોન કંપનીઓનો સહારો લઇ સીધા જે તે વ્યક્તિને ફોન કોલ કરી વર્તમાન સરકાર સહિત વિપક્ષી પાર્ટીના લોક પ્રિય નેતા અને આગામી ચૂંટણીઓમાં ક્યાં પક્ષને તમે સરકારમાં ઈચ્છો છો ત્યાં સુધીનો સર્વે કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આંતરિક સર્વેમાં જે તે ગામ અથવા સોસાયટીમાં ફરતા જે તે પાર્ટીના કાર્યકરોથી લઈ હોદ્દેદારો મતદારો વચ્ચે બાહેધરીઓ પણ આપતા અત્યારથી જ થઇ ગયા છે તેમ પોતાના પક્ષ તરફી માહોલ સારો છે. આ વખતે તમારા વિસ્તારમાં સાચવી લેજો જેવી બાબતો પણ ચૂંટણીઓ પહેલા મતદારો સુધી રાજકીય પક્ષો પહોંચાડવાની કામગીરીમાં જોતરાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, તેવામાં હવે જોવું રહ્યું કે મતદારો વચ્ચે થઈ રહેલો આ ચૂંટણી પહેલાનો છૂપો સર્વે કયા રાજકિય પક્ષ માટે આશીર્વાદ રૂપ અને સત્તારૂપી બને છે, તેતો આવનાર સમય જ બતાડશે પરંતુ એક વાત સ્પષ્ટ થાય છે કે આગામી ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણીના રણને જીતવા માટે કોઈ પણ કચાસ બાકી ન રાખે તેમ ચર્ચાઈ રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વડોદરામાં વેક્સિનેશન મહાઅભિયાનનો ફિયાસ્કો : ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા નાગરિકોને વેક્સીન નથી મળતી.

ProudOfGujarat

વડોદરા-સ્કૂલના શિક્ષકે પોતાના ટયુશન કલાસમાં વિધાર્થીની પર દુષ્કર્મ આચર્યા ના આરોપ થી ખળભળાટ

ProudOfGujarat

LGBT community ના બ્રાન્ડએમ્બેસેડર માનવેંદ્રસિંહ ગોહીલે ભાજપના રાવપુરા બેઠકના ઉમેદવાર બાળુ શુકલની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!