Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં બાઇક ચોરીના બે ગુનામાં ત્રણ આરોપીઓને રહિયાદ ચોકડી ખાતેથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ.

Share

ભરૂચ જિલ્લામાં વાહન ચોરીના વધતા જતા બનાવોને અટકાવવા માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી જે બાદ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે દહેજ નજીક આવેલ રહિયાદ ચોકડી વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી અન્ય બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપેલ આરોપીઓએ કબૂલાત કરી હતી કે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઇનોક્ષ સિનેમા સામેના રોડ ઉપરથી તેમજ શીતલ સર્કલ નજીકથી તેઓએ બે બાઇકોની ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાંચે મામલે (૧) રજીન્દર સિંગ ઉર્ફે ખબુ તરસેમસિંગ રહે,ભેંસલી ખોજબલ રોડ (૨) સ્વરાજ સિંગ ઉર્ફે રિનકુ ગુરુનામ સિંગ મજબીસિંગ રહે. ભેંસલી ખોજબલ રોડ તેમજ (૩)ગુરુસેવક સિંગ ભોલાસિંગ મજબીસિંગ રહે. ભેંસલી ખોજબલ રોડ નાઓની ધરપકડ કરી મામલે પવનસિંગ ઉર્ફે પોલું અને રીંકુ તથા જસપાલ સિંગ ઉર્ફે બંટી નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisement

ઝડપાયેલા તમામ આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાંચે બે જેટલી મોટરસાયકલો તેમજ મોબાઈલ ફોન સહિત ૪૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

જુનાગઢ : માંગરોળનાં શ્રીરામ મંદિરે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું

ProudOfGujarat

ગુજરાતમાં વકરતા જતા કોરોનાથી ચિંતા.

ProudOfGujarat

વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!