ભરૂચના જે.બી મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે થોડા દિવસો અગાઉ ટપોટપ દુધાળા પશુઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી હતી, જે બાદ આજરોજ માલધારી સમાજના અગ્રણીઓ અને લોકોએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમા જણાવ્યું છે કે સમાજના લોકો ભરૂચના રહીશ છે અને તાજેતરમાં જ ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રજડતા માલધારી સમાજના દૂધાળા પશુઓ અને પ્રેગ્નેટ ગાયોને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં કેટલી ગાય અને બચ્ચાના મોત થયા છે અને પાંજરાપોળમાં કેટલી ગાયોની અંદર લમ્પી વાયરસ હોય જે માલધારી સમાજની ગાયોમાં સંક્રમણ ફેલાય તેવો ભય ઊભો થયો છે.
પાંજરાપોળ ખાતે માલધારી સમાજની ગાયોની દેખરેખ રખાતી ન હોવાના કારણે તેમજ માલધારી સમાજની કેટલી ગાયોના મોત થતાં માલધારી સમાજને ભરૂચ નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે અને જાહેર માર્ગો ઉપર રખડતી ગાયો તોફાને ચડતી નથી માત્ર આંખલાઓ તોફાને ચડતા હોય છે પરંતુ માલધારી સમાજને હેરાનગતિ કરવા માટે દૂધાળા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવે છે જેના કારણે પાંજરાપોળની ગાયોના લમ્પી વાઇરસ માલધારી સમાજના દૂધાળા પશુઓમાં સંક્રમણ ફેલાવવાના કારણે ગાયો મોતને ભેટી રહી છે જેના કારણે માલધારી સમાજની ગાયોના મોતનું વળતર ચૂકવવા માટે માંગ કરી છે.