ભરૂચ જિલ્લામાં જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતી જઇ રહી છે તેમતેમ એક પક્ષથી છેડો ફાડી અન્ય પક્ષનો ખેસ ધારણ કરવાની મોસામ પુરજોશમાં જામતી જોવા મળી રહી છે, ખાસ કરી વાગરા વિધાનસભા વિસ્તારમાં એક પક્ષના કાર્યકરો બીજા પક્ષનો દામન થામી રહ્યા હોવાની અનેક બાબતો છેલ્લા એક માસથી સામે આવી રહી છે.
૧૫૧ વાગરા વિધાનસભા ક્ષેત્રના ભરૂચ તાલુકાના બંબુસર, લુવારા, જંગાર, સેગવા અને ઝનોર ગામના લઘુમતી સમાજના 300 જેટલા નવયુવાનો સૌનો સાથ અને સૌનો વિકાસથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાયા હતા, જેઓનું ધારાસભ્ય અરુણસિંહ રણા એ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો,આ પ્રસંગે ભાજપ સંગઠનના હોદ્દેદારઓ, ચૂંટાયેલ સભ્યઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આમ ભરૂચ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલા જ એક પક્ષના કાર્યકરોને બીજા પક્ષની વિચારધારામાં સામાવેશ કરવાની ભાજપ,કોંગ્રેસ સહિત આપની રણીનીતિ અત્યારથી જ શરૂ થઇ ચુકી છે, થોડા સમય પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડી કેટલાક હોદ્દેદારો એ આપ નો ખેસ પહેર્યો હતો તો બીજી તરફ કેટલાય ગામના ભાજપ સમર્થક કાર્યકરોએ કોંગ્રેસ ખેસ ધારણ કર્યાની બાબતો સામે આવી હતી તેવામાં હવે ભાજપ પણ લઘુમતી સમાજને પોતાની સાથે રાખવા સાથે ભાજપમાં કાર્યકરોને પ્રવેશ આપી વાગરા બેઠક પર સંગઠનને વધુ મજબૂત કરવાની રણીનીતિમાં સફળ સાબિત થતી દેખાઈ રહી છે, તો કોંગ્રેસમાં પણ અંગારેશ્વર, કવિઠા અને ઝનોર, ઉંમરા સહિતના ગામોના ભાજપના ૧૦૦ થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા વાગરા વિધાનસભા મત વિસ્તારનું રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યો છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744