Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આઉટસોસિંગ તથા ફિક્સ (કોન્ટ્રાકટ બેઝ) ના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર અપાયુ.

Share

ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજવવા જઇ રહી છે, ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્ય સરકાર સામે પણ હવે આંદોલનોનો દોર શરૂ થયો છે. રાજ્ય સરકાર હસ્તક વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાયો ચઢાવી આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કર્મચારીઓને પડતી હાલાકી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચ ખાતે આઉટસોસિંગ અને ફિક્સ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ આજે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા જ્યાં ભારે સૂત્રોચ્ચાર કરી હાથમાં બેનરો લઇ પોતાની માંગણીઓ સરકાર સ્વીકારે તેવી માંગ કરી હતી. કર્મચારીઓનું જણાવવું છે કે ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા તમામ આઉટસોર્સ અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન વેતન તમામ કર્મચારીઓને મળે સાથે પગારમાં તમામ લાભ મળે અને કાયમી કર્મચારીઓને મળતી રજાઓ મેડિકલ કવરના લાભો આપવામાં આવે તેમજ સરકાર આધારિત કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્ર પાઠવી કરવામાં આવી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના કેટલાય વિભાગોના કર્મચારીઓ હાલ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે, તેવામાં રાજ્ય સરકાર તમામ વર્ગના કર્મચારીઓના આંદોલન બાદ તેઓની માંગણીઓ સ્વીકારે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાડશે પરંતુ અહીંયા એક વાત ચોક્કસ છે કે વર્તમાન સમયમાં રાજ્ય સરકાર સામે એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિનું સર્જન આંદોલનો વચ્ચે થતું જોવા મળી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વરની એચ.ડી.એફ.સી બેન્કના આસિસ્ટન્ટ મેનેજરે સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી નકલી એફડી બનાવી 70 લાખની રકમ ચાઉ કર્યા, પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા દ્વારા વૃક્ષારોપણ

ProudOfGujarat

સુરેન્દ્રનગર ખાતે લુહાર સુથાર જ્ઞાતિ નો જિલ્લા કક્ષાનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!