ઉપરવાસમાંથી વરસાદી માહોલ ના પગલે સરદાર સરોવર નર્મદા ડેમ માં સતત પાણીની આવક નોંધાઈ રહી છે,જેને પગલે ડેમ ની જળ સપાટી માં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે,જે બાદ તંત્ર દ્વારા ડેમ ના તમામ ૨૩ દરવાજા ખોલી નર્મદા નદીમાં 2.50 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે,નર્મદા નદીમાં છોડવામાં આવેલ પાણી ન પગલે ભરૂચ નજીક નર્મદા નદી ની જળ સપાટી માં વધુ એક વાર વધારો નોંધાયો છે,ભરૂચ ના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ની જળ સપાટી રવિવારે સવારે ૧૮ ફૂટ આસપાસ પહોંચી હતી જે તેના ૨૨ ફૂટના વોર્નિંગ લેવલ થી માત્ર ૪ ફૂટ નીચે વહી રહી છે,
નર્મદા નદી ની જળ સપાટી વધતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સૂચન કરાયું છે. નર્મદા નદીમાં ડેમના 23 દરવાજા વધુ 23 સેમી ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા છેલ્લા એક મહિનાથી ખુલ્લા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમના 23 દરવાજા વધુ 23 સેમીથી ખોલી શનિવારે રાતે 9 કલાકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના 30 દરવાજા પાણીની આવક મુજબ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ખોલ બંધ કરવામાં આવી રહ્યા છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા 1.15 મીટર ખોલી નર્મદા નદીમાં 2.15 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.ડેમની સપાટી 15 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભરાયા બાદ આજે ફરીથી બે દિવસ રહીને 138.68 મીટરે પોહચી હતી. જે ઘટીને બપોરે 138.67 મીટર થઈ હતી. રીવર બેડ પાવરહાઉસના પણ તમામ 6 ટર્બાઇનો ધમધમતા હોય વીજ ઉત્પાદન બાદ નદીમાં 43,649 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરી રહ્યા છે.
દરમિયાન ઉપરવાસ મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાધીશોએ શનિવારે રાતે 9 કલાકથી વધુ પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
હારૂન પટેલ : ભરૂચ