આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા અંગેની સત્તાવાર જાહેરાત થઇ શકે છે, તેવામાં દરેક રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના પક્ષને મજબૂતાઈ થઇ લોકો વચ્ચે કંઈ રીતે લઇ જવાય અને મતદારોને પોતાના પક્ષના ઉમેદવાર સુધી કઈ રીતે આકર્ષિત કરી શકાય તે પ્રકારની રણીનીતિમાં અત્યારથી જ લાગી ગયા હોય તેમ લાગી રહ્યું છે.
એક તરફ સત્તાપક્ષ ભાજપ વિકાસ મોડેલ, ડબલ એન્જીન સરકાર સહિત મોદી સરકારની કામગીરીને આગળ કરી પ્રજાનો વિશ્વાસ જીતવાની કવાયતમાં છે તો બીજી તરફ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને આગળ કરી કોંગ્રેસ ભાજપને ઘેરવામાં લાગી છે સાથે સાથે કોંગ્રેસ સત્તા પર આવશે તો શું કરશે તે દિશામાં ડિજિટલ રથ કેમ્પઇન શરૂ કરી ગામે ગામ રાહુલ ગાંધીના નિવેદનોની ગુંજ લોકો વચ્ચે કરતી નજરે પડી રહી છે.
આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી એક ડગલું આગળ હોય તેમ આપ સત્તા પર આવશે તો વીજળીમાં ૩૦૦ યુનિટ સુધી ફ્રી સહિત શાળાઓ અને સારું શિક્ષણ સહિના મુદ્દાઓ અંગેના ગેરંટી કાર્ડ નું આપ ના કાર્યકરો ગામે ગામ સ્ટોલ ઉભા કરીને વિતરણ કરી રહ્યા છે જે ગેરંટી કાર્ડ લેવા માટે લોકો ની પડાપડી થતી હોય તેમ આપ ના લગાવેલા સ્ટોલો પરથી આવતી તસ્વીરોમા જોઈ શકાય તેમ છે,આપ ના ગેરંટી કાર્ડ લેવા ઉમટતી ભીડ ને જોઇ અન્ય પાર્ટીના કાર્યકરોમાં પણ દોડધામ સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આપ નો પ્રભાવ ઉભો કરવા મતદારો સુધી ગેરંટી કાર્ડ પહોંચાડવામાં કાર્યકરો સફળ બની રહ્યા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે,તેવામાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ સહિત આપ પણ અન્ય પાર્ટીના ઉમેદવારોને પરસેવો પડાવે તેવી સ્થિતિ વર્તમાન સમયમાં આપ ના ગેરંટી કાર્ડ પ્રત્યેના ઉત્સાહ પરથી રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે,ત્યારે હવે જોવું રહ્યું કે ગેરંટી કાર્ડ લેવાનો લોકોનો ઉત્સાહ આપ ને મત સ્વરૂપે રિર્ટન મળે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાડશે, પરંતુ ચૂંટણીના ગ્રાઉન્ડ ઉપર હાલ આપની રણનીતિ સફળતાપૂર્વક આગળ વધી રહી છે તેમ ચર્ચાઈ રહ્યું છે.
હારૂન પટેલ : ભરૂચ