પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભરૂચ તાલુકાના કિશનાડ ગામ ખાતે નર્મદા કેનાલ નજીક આવેલા ઇશાક મુસા પટેલ રહે. જોલવા ગામ નાઓના ફાર્મ હાઉસના મકાનમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય જે બાદ ક્રાઇમ બ્રાંચે બાતમીવાળા સ્થળે દરોડા પાડયા હતા.
ક્રાઇમ બ્રાંચના દરોડમાં રોકડા રૂપિયા લઈ પ્લાસ્ટિકના કોઈન વડે ગંજીફાના પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા કુલ ૮ જેટલા જુગારીઓને રૂપિયા ૧,૬૬,૪૭૦ ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ નો માહોલ છવાયો હતો.
ક્રાઇમ બ્રાંચે પાડેલ દરોડામાં (૧) ઇશાકભાઈ મુસાભાઈ પટેલ રહે,જોલવા ગામ (૨) મુબારકભાઈ ઇસ્માઇલભાઈ પટેલ રહે,ટંકારીયા ગામ (૩) યુનુસ ખાન અહેમદ ખાન પઠાણ રહે,કતપોર બજાર ભરૂચ (૪) ઇકબાલ અબ્દુલ ભાઈ વલી રહે,સરનાડ ગામ (૫) ઇલ્યાસ હશનભાઈ સૈયદ રહે,પાલેજ (૬) ઇમ્તિયાઝ હુશન મિયા સૈયદ રહે,ડભોયાવાડ ભરૂચ (૭) અશોકભાઈ મીઠાભાઈ પરમાર રહે,જોલવા ગામ (૮) મરકનભાઈ લક્ષ્મણભાઈ પટેલ રહે,દાંડીયા બજાર ભરૂચ નાઓને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારૂન પટેલ : ભરૂચ