ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવતા ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ભરૂચ અને જંબુસર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રાષ્ટ્રીય યુવા મોરચા દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે જેમાં ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચો પણ સહભાગી બન્યો હતો.
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં રક્તદાન થકી બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં આવનાર છે. જેના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં પણ ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવતા ભરૂચ અને જંબુસરમાં રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ તાલુકાનો રક્તદાન શિબિર રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગ થી જીએસીએલ કોલોનીમાં આયોજન કરવામાં આવતા જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં વહેલી સવારથી જ યુવા કાર્યકરો રક્તદાન કરવા ઉમટી પડતા ૬૫ યુનિટ કલેકનશન થયુ હતું. તો રક્તદાન કરનાર રક્તદાતાઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી બ્લડ ડોનેટ કરનારાઓને ઉત્સાહ વધારવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
આ રક્તદાન શિબિરમાં ભાજપના મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, શહેર મહામંત્રી દિપક મિસ્ત્રી, જીલ્લા મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી અને નિશાંત મોદી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત ભાજપ યુવા મોરચાના જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ, જીલ્લા મહામંત્રી શક્તિસિંહ પરમાર, તાલુકા પ્રભારી પવિત્ર બિસ્વાલ, યુવા મોરચાના શહેર પ્રમુખ મિહિર સોલંકી, યુવા મોરચાના તાલુકા પ્રમુખ જયદેવ પટેલ અને મીડિયા કન્વીનર વિરલ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
બીજી તરફ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં પણ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જંબુસર વિધાનસભાના યુવા મોરચાની ટીમના આગેવાનો અને કાર્યકરોએ બ્લડ ડોનેટ કર્યું હતું. જેમાં ૬૧ યુનિટ બ્લડ કનેક્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા મોરચાના જીલ્લા મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા, જંબુસર વિધાનસભાના યુવા સયોજક અને જીલ્લા મંત્રી હેમદીપ પટેલ, જીલ્લાના કોષાઅધ્યક્ષ વિજય પટેલ સહિત આમોદ તાલુકા અને નગર તેમજ જંબુસર તાલુકા અને નગરના યુવા મોરચાના પ્રમુખો અને મંત્રીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવાકીય કાર્યના ભાગરૂપે અત્યાર સુધીમાં ૪૯ જેટલા રક્તદાન શિબિર યોજી ચૂક્યું છે અને ૧૮૦૦ જેટલા બ્લડ યુનિટ ભેગા કર્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રક્તદાન શિબિર યોજી અંદાજે ૧૨૦ થી વધુ બ્લડ યુનિટ કલેક્શન કરી આ સેવાકાર્યમાં અભિવૃદ્ધિ વધારી હતી અને રાષ્ટ્રીય યુવા મોરચો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે જેમાં ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચો પણ સહભાગી બન્યો હતો.