ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમા આવેલ વોર્ડ નંબર ૧૦ ખાતે વગર વરસાદે ઉભરાતી ગટરોના કારણે લોકોના રોજીંદા જીવન પર અસર પડી છે, વિસ્તારમાં ઠેરઠેર ઉભરાતી ગટરોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો વેપારીઓના ધંધા રોજગાર ઉપર પણ તેની સીધી અસર ઉભી થતા લોકોની હાલત કફોડી બની છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૧૦ ના ચાર રસ્તા વિસ્તાર, પીરકાંઠી રોડ, ગોલવાડ લાલવાડી વિસ્તાર સહિતના વિસ્તારો વગર વરસાદી માહોલે પણ ઉભરાતી ગટરોની નદીઓ વહી રહી છે, જાહેર માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળતા આ વિસ્તારમાં કોઈ આવતું નથી જેની સીધી અસર અહીંયા વેપાર ધંધો કરતા વેપારીઓના વ્યવસાય ઉપર પડી રહી છે.
ભરૂચ નગરપાલિકામાં આ વિસ્તારના આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં આ વિસ્તારમાં કામગીરી પ્રત્યે પાલીકાના કર્મીઓ ઢીલાશ દાખવી રહ્યા છે જેને લઇ આજે પણ અહીંયા ઉભરાતી ગટરના ગંદા પાણી વહેતા નજરે પડી રહ્યા છે, જેને લઇ અનેક ધાર્મિક સ્થાનો સુધી પહોંચતા લોકો સહિત રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે, સાથે જ પાલિકા વહેલી તકે આ વિસ્તાર ઉપર ધ્યાન આપે અને સર્જાયેલ આ પરિસ્થિતિમાંથી મુક્તિ અપાવે તેવી આશ વિસ્તારમાં વસતા લોકોને વેપારી વર્ગ ચાતક નજરે લગાવી બેઠો છે.
હારુન પટેલ : ભરૂચ
મો.: 99252 22744