Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને બેરોજગાર દિવસ તરીકે ઉજવણી કરી કેક કટિંગ કર્યું.

Share

આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ હોય દેશ સહિત ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિનની અલગ અલગ રીતે કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી હતી.

તેવામાં યુવા કોંગ્રેસ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી, ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા શહેરના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે ૧૭ સપ્ટેબર બેરોજગાર દિવસની ટેગ લખેલ કેકનું કટિંગ કરી ડુંગળી, બટાકા અને ટામેટા સાથે રાખી રાષ્ટ્રીય બેરોજગાર દિવસ મનાવ્યો હતો, અને સ્થાનિક કક્ષા એ યુવાનોને નોકરી મળી રહે તે અંગેની માંગ કરી હતી.

ભરૂચના પાંચબતી વિસ્તારમાં યોજાયેલ યુવક કોંગ્રેસના આ કાર્યક્રમમાં પ્રદેશ એન.એસ.યુ આઈ યોગેશ પટેલ ,જિલ્લા યુવક કોંગ્રેસના ઉપ પ્રમુખ ધીરેન કટારીયા, વિધાનસભા યુવક કોંગ્રેસના ઉપ પ્રમુખ નિખિલ શાહ, મોઇન મેમણ તેમજ સિનિયર કોંગી આગેવાન દિનેશભાઈ અડવાણી, જુબેરભાઈ પટેલ સહિતના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદના બાળકો હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઝળક્યા.

ProudOfGujarat

ભીમ અગીયારસ તહેવાર નિમીતે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૭ ઇસમને રોકડા રૂ.૧૬૩૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ

ProudOfGujarat

જામનગર : જામ્યુંકોના સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!