Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ. માં કન્વોકેશન સમારોહ યોજાયો.

Share

મુન્શી મનુબરવાલા મેમો.ચે.ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ. ખાતે કોનવોકેશન Ceremony – 2022 નું આયોજન તા. ૧૭/૦૯/૨૦૨૨ ના વિશ્વકર્મા દિને આ પ્રોગ્રામ ઉજવવાનું આયોજન થયું હતું. પ્રોગ્રામની શરુઆત તિલાવતે કલામે પાક્થી કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત પ્રવચન મુન્શી મનુબરવાલા મેમો.ચે.ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઇ પટેલ સાહેબે કર્યું હતું અને પ્રોગ્રામની રુપરેખા અને પરિચય સંસ્થાના આચાર્ય આરીફ પટેલ દ્વારા કરવામાં આવેલ. મુખ્ય મહેમાન હેમરાજ પટેલ (આસીસ્ટ્ન્ટ જનરલ મેનેજર એચ.સી.એસ.આર.) બીરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીજ લીમીટેડનું પુષ્પગુચ્છ અને મોમેન્ટ દ્વારા સન્માન ટ્રસ્ટનાં ટ્રસ્ટી યુનુસભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ તથા અતિથિ વિશેષ તરીકે પધારેલ મહેમાન જતીનભાઇ પટેલ (ચીફ મેનેજર એચ.આર./આઇ.આર) ગુજરાત કેમીક્લ પોર્ટ લીમીટેડનું પુષ્પગુચ્છ અને મોમેન્ટ દ્વારા સન્માન કારોબારી સમિતિના સભ્ય સલીમભાઇ અમદાવાદી દ્વારા કરવામાં આવેલ, ત્યાર બાદ મંચ ઉપર બિરાજ્માન મહાનુભવો દરેક વ્યવસાયમાં પ્રથમ અને દ્વીતીય ક્ર્મે ઉત્તીણ થનાર તાલીમાર્થીઓને ચંદ્ર્ક અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા.

ત્યારબાદ AOCP ટ્રેડમાં પ્રથમ નંબર પર આવનાર તાલીમાર્થી પટેલ જેદ સાદિકે પોતાના અભ્યાસ કાળ દરમ્યાનના અનુભવો અને પોતાના ગુરુજીઓ દ્વારા મળેલ સારા ગુણોને વાગોળી પોતાની આ જ્ળ્હરતી સફળતાનો શ્રેય પોતાના માતા‌-પિતા પછી પોતાના શિક્ષકોના ફાળે જાય છે. તેવું શાબ્દિક પ્રવચન આપ્યું હતું. આ પછી ગુજરાત કેમીક્લ પોર્ટ લીમીટેડમાંથી પધારેલ મુખ્ય અતિથિ વિશેષ જતીનભાઇ પટેલ દ્વારા પ્રસંગને અનુલક્ષીને ઉદબોધન કરવામાં આવેલ જેમાં તેઓએ સારી એવી છણાવટ ભરી માહિતી તાલીમાર્થીઓને આપી કંપનીના વાતાવરણથી માહિતગાર કર્યા હતા. જેમાં તેઓએ થિયરી પ્રેકટીકલની એક સુત્રતા, સેફટીનું મહત્વ, સ્ત્રી શિક્ષણ નારી રોજગાર, નારી સમ્માનનું સારી એવી વાતો કરી શ્રોતાગણને સંબોધન કરેલ ત્યારબાદ પોગ્રામના ચીફ ગેસ્ટ (મુખ્ય મહેમાન)ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝમાંથી પધારેલ હેમરાઝ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ તાલીમાર્થીઓનું ઇન્ટરવ્યૂ દરમિયાન કઈ રીતે પોતાનો આત્મવિશ્વાસ, લર્નિંગ કેપેસીટી, પોઝિટિવ એટીટ્યૂડ જેવા પાયાના લક્ષણો પર પ્રકાશ ફેકી તાલીમાર્થીઓને માહિતગાર કર્યા હતા.અમુક નાની કથાઓ અને વાર્તાઓને દ્રષ્ટાંત લઈ ઈશ્વર શ્રદ્ધા અને વિશ્વાસ, ગુરુનો આદર માન સમ્માનનો મહિમા સમજાવી શ્રોતાગણના દિલ જીતી લીધા હતા.

અંતમાં સંસ્થાના કારોબારી સભ્ય સલીમભાઇ અમદાવાદી આભારવિધિ કરી રાષ્ટ્રગીત સાથે પોગ્રામનો પુર્ણાહૂતી કરેલ છે. આ તબક્કે ટ્રસ્ટના CEO સુહેલભાઈ દુકાનવાલા તથા મહંમદપૂરા બ્રાન્ચના આચાર્ય લુકમાન પટેલ પણ હાજર રહ્યા હતા. સદર પોગ્રામની અનેકરિંગની જવાબદારી યુસુફ એ મતાદાર તથા નુહ પટેલ દ્વારા નિભાવવામાં આવી હતી, પોગ્રામને સફળ બનાવવા માટે મુન્શી આઈટીઆઈ ના સ્ટાફમિત્રો ખડેપગે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ બિગ એવોર્ડ શો યોજાઈ ગયો.

ProudOfGujarat

દહેજ ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ કોમ્પ્લેક્સમાં આવેલી SRF કંપનીના C-2 પ્લાન્ટમાં સલ્ફયુરિકએસિડની ટેન્કમાં બ્લાસ્ટ :1નું મોત,2 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં દૂધ, દવા, સસ્તાં અનાજની દુકાનો, એલ.પી.જી- પેટ્રોલપંપ, હોસ્પિટલ સિવાયની તમામ દુકાનો-સેવાઓ બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!