Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

Share

ભારત વર્ષના યુગપુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 72 માં જન્મદિવસ નિમિત્તે ભરૂચ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરી સાગર સ્વરછતા અભિયાન અંતર્ગત સાગર ભારતી દ્વારા આયોજિત કાર્યક્રમમાં માં નર્મદાના કિનારે સ્વરછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, સાથે સાથે શ્રી નર્મદા સંસ્કૃત પાઠશાળા ખાતે ૭૨ કુંડી મહામૃત્યુંજય હવનમાં આહુતિ પણ આપવામાં આવી હતી.

તો બીજી તરફ સોમનાથ મહાદેવ ખાતે વૈદિક હવનમાં આહુતિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની શ્રવણ વિધાલય ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનો 7272 નો લક્ષ્યાંક પૂરો થયેલ હોઈ તેમજ પાસબુક વિતરણ અને કેક કાપીને પ્રધાનમંત્રીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આમ ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમો થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્ય સહિતના શહેરી જનોની ઉપસ્થિતિમા દિવસ દરમિયાન કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ઝઘડીયા તાલુકાના દધેડા અને ફુલવાડી ગામે પાર્ક કરીને મુકેલ મોટરસાયકલો ચોરાઇ.

ProudOfGujarat

વાપી રેલવે ઓવરબ્રિજના ડીમોલેશન બાબતે જરૂરી સૂચનો સાથે કોંગ્રેસે આવેદન પત્ર પાઠવી કરી રજૂઆત.

ProudOfGujarat

અસુરીયા-ઉમરાજ ગામે થી ૮ ફૂટ નો અજગર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!