Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી સાયબર ક્રાઈમ ગુનો ‘એ’ ડીવીઝન પો. મથકે નોંધાયોં

Share

તા.૨૩/૮/૧૮ ભરૂચ જીલ્લામાં ક્રાઈમના બનાવો બનતા જાય છે ત્યારે ભરૂચ નગર ના કબિરપુરા વિસ્તારના રહીશો ‘એ’ ડીવીઝન પો. મથક ખાતે ફરીયાદ નોંધાવી છે કે તેમના પત્નીના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી અસ્લીલ સાહિત્ય મુકવાતુ હતુ. આ બનાવ અંગે વિગતે જોતા ભરૂચ નગરના કબિરપુરા ખત્રીવાડ માં રહેતા રૂષભ સુનીલકુમાર બ્રાહમીવાળા ની ફરીયાદ મુજબ રચના નગર ખાતે હાલ રહેતા અને ઊત્તરાખંડના મુળ રહેવાસી ગજેન્દ્ર ભુપસિગે ફરીયાદી રૂષભ ની પત્નીના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી પત્નીને બદનામ કરવા સગા-સંબધી અને મિત્રોને ન છાજે તેવા સાહિત્ય ફેસબુક પર પોસ્ટ કરતો હતો આ એકાઉન્ટ તા. ૧૪/૭/૧૮ ના રોજ ખોલાયું હોવાનું જાણવા મળ્યું છે આરોપી ગજેન્દ્ર ધો-૧૨ પાસ જે ભળેલ છે અને શાલીમાર વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટ માં કામ કરી રહેલ છે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

Advertisement

Share

Related posts

ભારતીય સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફરવાના સમાચારે ભરૂચ પંથકમાં ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

અનાજ-કરિયાણાના વેપારીઓએ આજ રોજ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી…

ProudOfGujarat

અંકલેશ્વરની આદર્શ સ્કૂલ નજીક ન.પા. દ્વારા ગટર લાઇનની આડેધડ કામગીરી, વ્યવસ્થિત પુરાણ ન કરાતા ટ્રક ફસાઈ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!