માય લિવેબલ ભરૂચ જિલ્લા કલેકટરના વિઝન હેઠળ ભરૂચમાં શનિવારે પ્રથમ વખત હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરાયું હતું. ચાર કલાક સુધી શહેરની તમામ વયની પ્રજાએ વિવિધ રમતોનો આંનદ લિંક રોડ ઉપર ઉઠાવ્યો હતો.
ભરૂચમાં આજે શનિવારના રોજ સવારે 6 કલાક થી 10 વાગ્યા સુધી માતરીયા તળાવ ખાતે ‘માય લીવેબલ ભરૂચ’ અંતર્ગત ‘હેપ્પી સ્ટ્રીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમમાં વિવિધ ઈવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ઈલેકટ્રીફાઈન, સીદી ગોમા ડાન્સ, રતનપુર (બાવાગોર) તા.ઝઘડીયા, ઝુમ્બા ડાન્સ, ઓપન ગરબા, સેલ્ફ ડીફેન્સ કલાસીસ, સાપ સીડી, લુડો, લંગડી, રસ્સા ખેંચ, કોથળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, સ્પાઈરલ બોલ ગેમ્સ, કપલ રેસ વગેરે રમતો શહેરીજનોએ મનમૂકીને માણી હતી.
જોકે ચાલુ દિવસ અને પરીક્ષાઓને લઈ હેપ્પી સ્ટ્રીટમાં આંનદ પ્રમોદ માણવા મોટી સંખ્યામાં શહેરીજનો તંત્રની ધારણા મુજબ ઉમટ્યા ન હતા.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744