Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગનો સ્લેબ ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

Share

ભરૂચ નગરપાલિકાની સામે આવેલા ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે. શુક્રવારે રાતે શોપિંગનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી.

દોઢ વર્ષમાં આ જોખમી શોપિંગનો સ્લેબ તૂટી પડવાની ત્રીજી ઘટના બની છે. જોકે સદનશીબે કોઈ જાનહાની કે ઇજા નોંધાઇ નથી. ભરૂચ નગરપાલિકાની સામે આવેલ ડ્રિમલેન્ડ પ્લાઝા ખાતે પુનઃ એકવાર સ્લેબ તૂટી પડ્યો હતો.

Advertisement

ભરૂચના સ્ટેશન રોડ ઉપર નગરપાલિકાની સામે ડ્રિમ લેન્ડ શોપિંગનો કેટલોક હિસ્સો ગત વર્ષે કોરોના સમયે બે વખત ધસી પડ્યો હતો. જે ઘટનામાં તે સમયે દુકાનમાં કેટલા લોકો ફસાઇ ગયા હતા. ત્યાં ફરી એક વખત શોપિંગ સેન્ટરનો રિલેક્સ ટોકીઝ તરફનો કેટલો હિસ્સો ધસી જવા પામ્યો હતો. રાતે લોકો ખાણી પીણીની મજા માણી રહ્યા હતા ત્યારે જ ચહલપહલ વખતે આ ઘટના ઘટતા લોકોના જીવ પણ અઘ્ધર થઈ ગયા હતા. જોકે સદનશીબે શોપિંગનો જાહેર માર્ગની અંદરનો તરફનો ભાગ ધસી પડવાની ઘટનામાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી. શોપિંગ સેન્ટરનો હિસ્સો ધસી પડતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી કાટમાળને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

ભરૂચ નગરપાલિકાની સામે આવેલી ડ્રિમલેન્ડ પ્લાઝાની ગેલેરીનો સ્લેબ ગત વર્ષે માત્ર 15 દિવસના ગાળામાં 2 વખત ધરાશાય થયો હતો. અગાઉ ગેલેરી ધરાશાયી થતા ત્રણ લોકો ફસાયા હતા. જે ઘટના બાદ 15 દિવસમાં જ બીજી વખત ગેલેરીનો મુખ્ય ભાગ ધરાશાય થતા કાટમાળ મુખ્ય રોડ પર પડ્યો હતો. જોકે સદનસીબે રાતના સમયે કરફ્યુ હોવાથી મોટી જાનહાની ટળી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અંક્લેશ્વર ખાતે બ્રહ્મસમાજનુ વાર્ષિક સ્નેહમિલન યોજાયુ….

ProudOfGujarat

અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં બે વર્ષની માસુમ બાળકીને નરાધમે પીંખી નાખી.

ProudOfGujarat

કામરેજ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!