Proud of Gujarat
INDIAFeaturedGujarat

પરત આવી જા મમ્મી….ભરૂચ-પાન મસાલાના થેલામાં ત્યજી દીધેલ બાળકી મળી આવી, ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ.

Share

હૈ..માં મારો શું વાંક, એક વર્ષ જેટલો સમય તો તારી પાસે હું રહી છું, તારા ખોળામાં રમી છું, તમારા પ્રેમથી જ તો આ દુનિયા જોવા જન્મી છું,અને આજે તું મને તરછોડી દે છે..? ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી બાળકીના મનમાં કદાચ આજે નહિ તો કાલે આ વાત આવશે જ, કારણ કે આ દુનિયામાં જન્મ લઇ એ બાળકીએ આજે જે દિવસો જોયા છે તે દિવસોની કોઈ પણ માનવી કલ્પના જ ન કરી શકે, હજુ દુનિયામાં જન્મ લઇ માતા સાથે આંગળી પકડવાનું સપનું બાકી હતું તે જ માતા એ આજે તેની આંગળી છોડી તેને તરછોડી દીધી છે.

ભરૂચના જુના સરદાર બ્રીજ પાસે થેલામાં ત્યજી દીધેલ નવજાત શિશુ મળી આવ્યું હતું, બ્રિજ પાસેથી પસાર થતી મહિલાને નજીકમાં પડેલ બિનવારસી પાન મસાલાના થેલામાંથી બાળકનો અવાજ આવતા મહિલાએ થેલો ખોલી જોતા તેમાં બાળકી હોવાનું સામે આવ્યું હતું, જે બાદ મહિલા સહિતના સ્થાનિકોએ 108 સેવાની મદદ વડે નવજાત બાળકને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું, તેમજ મામલે ભરૂચ સી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

તો બીજી તરફ ફૂલ જેવી માસૂમ બાળકીને તરછોડી દેનારા માતા પિતા સામે ઘટના બાદથી લોકો ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા છે, હાલ આ બાળકી સારવાર હેઠળ છે અને કદાચ તેના માતા પિતામાં થોડી પણ માનવતા બચી હોય તો તેઓએ આ બાળકી સુધી ફરી પહોંચવું જોઈએ અને તેને પ્રેમથી ઉછેર કરવા સાથે તેના હિસ્સાનો પ્રેમ તો તેને આપવો જોઈએ તેમ આ ઘટના ક્રમ બાદથી લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વર શહેર ના પારસીવાડ વિસ્તાર માં પાર્ક કરેલ કાર ના ચાર ટાયર ની અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરાતા ભારે ખળભળાટ મચ્યો છે……

ProudOfGujarat

અંકલેશ્વર : પ્રતિન ચોકડી નજીક એક ટેમ્પાએ ત્રણ વાહનને અડફેટે લીધા.

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!