વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તારીખ ૧૦-૧૦-૨૨ ના રોજ ભારતના એકમાત્ર બલ્ક ડ્રગ પાર્કનુ ખાતમુહૂર્ત કાર્યક્રમનુ આયોજન જંબુસર ખાતે થઈ રહયુ હોય જેને અનુલક્ષીને જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા તથા સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જીલ્લા ભાજપની ટીમે જંબુસર ખાતે ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને સફળ બનાવવા મીટીંગ કરી હતી. તેમજ જિલ્લા ભાજપની ટાઈમ બલ્ક ડ્રગ પાર્કના સ્થળની મુલાકાત કરી હતી.
જંબુસર તાલુકાના ટંકારી, બાકરપોર ટીંબી, મદાફર, કનસાગર, ઠાકોર તલાવડી, વિસ્તારની જમીન ઉપર ૧૦૦૦ કરોડના ખર્ચે ભારતના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક બનાવવાનુ આયોજન સરકાર દ્વારા હાથ ધરવામા આવ્યુ છે અને તે સંદર્ભે આગામી તારીખ ૧૦-૧૦-૨૨ ના રોજ ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવાના કાર્યક્રમનુ આયોજન હાથ ધરાતા ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, સાંસદ મનસુખભાઇ વસાવા સહિત જીલ્લા ભાજપની ટીમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને સફળ બનાવવાના ભાગરૂપે જંબુસર આવી હતી. જંબુસર એપીએમસી હોલ ખાતે જંબુસર તાલુકા તથા શહેર ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે મીટિંગનુ આયોજન કર્યુ હતુ. આ મીટિંગમા ઉપસ્થિત જીલ્લા ભાજપ મહામંત્રી નિરવ પટેલ, ફતેસિંહ ગોહિલ તથા મહારાષ્ટ્રના પુર્વ સંગઠન મંત્રી તથા જીલ્લા પ્રવાસી રઘુનાથ કુલકર્ણીનાઓએ ઉપસ્થિત પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને સફળ બનાવવા તથા મોટી સંખ્યામા લોકો સભામા ઉપસ્થિત રહે તે માટે જરૂરી માર્ગ દર્શન આપ્યુ હતુ. મીટિંગમા પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, જીલ્લા મંત્રી કૃપાબેન દોશી, જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ ભાવનાબેન ભાવેશકુમાર રામી, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી સહિત અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખભાઈ વસાવા તથા જીલ્લા પંચાયત બાંધકામ સમિતી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી એ બલ્ક ડ્રગ પાર્ક જે સ્થળે બનવા જઈ રહયુ છે તે વિસ્તારની તથા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા માટે સંભવિત સ્થળોની મુલાકાત લીધી હતી તથા અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.
હારુન પટેલ : ભરૂચ