જીવીકે ઇએમઆરઆઇ 1962 અને 10 MVD ઈમરજન્સી સેવાના ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ ડોક્ટર મુકેશ ચાવડા એ ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓએ ભરૂચ 1962 અને 10 mvd સેવાના કર્મચારીઓ કે જેઓ અબુલા પશુઓના જીવ બચાવે છે તથા તેમની સેવા માટે તત્પર રહે છે તેમની પ્રશંસા કરી હતી અને તેઓ ભવિષ્યમાં પણ આ રીતે કાર્ય બજાવતા રહે તથા તેમના કાર્યમાં વધારો કરી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા હતા.
તેઓએ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ભરૂચ ડોક્ટર રવિન્દ્ર વસાવા સાહેબની પણ મુલાકાત લીધી હતી તથા હાલમાં ચાલી રહેલા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝના બચાવો અને નિયંત્રણ અંગે પણ ચર્ચા કરી હતી. જ્યારથી ભરૂચ જિલ્લામાં 1962 અને 10 એમ વી ડી સેવા ચાલુ કરી ત્યારથી હાલના ઓગસ્ટ 2022 સુધીમાં 144767 કેસ થયા જેમાં 142002 શિડ્યુલ દરમિયાન તથા ઇમરજન્સીસમાં 2765 અબોલા પશુઓની સારવાર કરવામાં આવે છે આગળ પણ આ કામગીરી ચાલુ રહે અને અબોલા પશુનો જીવ બચાવતા રહે એવી શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ ડોક્ટર મુકેશ ચાવડા એ ભરૂચ જિલ્લાની લીધી મુલાકાત.
Advertisement