Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ મામલતદાર કચેરી ખાતે EVM મશીનની કાર્યશૈલિનું નિદર્શન યોજાયું.

Share

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લી દ્વારા તા.૧ ઓક્ટોબર ૨૦૨૨ ની લાયકાત તારીખની ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે ભરૂચ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અને સ્વિપ કાર્યક્રમની કામગીરી પ્રગતિ ઉપર છે.

મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંર્તગત જિલ્લા કલેક્ટર તુષાર સૂમેરા અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચનાથી જિલ્લાની મામલતદાર કચેરીએ EVM મશીનની કાર્યશૈલિનું નિદર્શન યોજી બુથ મથક પર થતી મતદાન દરમ્યાનની કાર્યપદ્ધતીનો લાઈવ ડેમો બતાવી લોકોને માહિતગાર કરવાની કામગીરી આઈટીઆઈ સંસ્થાના કર્મચારીઓ લોકોને અવગત કરી રહ્યા છે.

ભરૂચ મામલતદાર કચેરીએ ચુંટણી પ્રક્રિયાની પારદર્શિતતા અને વિશ્વનીયતતાનો અનુભવ કરાવવા માટે આઈટીઆઈ સંસ્થાના કર્મચારીઓ ભરૂચ મામલતદાર કચેરીએ માહિતી આપી લોકોને અવગત કરી રહ્યા છે. તે ઉપરાંત ભરૂચના મુખ્ય બજારોમાં પણ લોકોને EVM વિશે માહિતગાર કરી ચુંટણી પ્રક્રિયાની પારદર્શિતતા સમજે તે હેતુથી માહિતી અપાઈ રહી છે. આમ કર્મચારીઓ મામલતદાર કચેરી અને સ્થાનિક બજારોમાં ફરીને પણ EVM ની મશીનની કાર્યશૈલિ અને તેના ઉપયોગ બાબતે ઉત્સાહભેર કામગીરી કરી રહયા છે.

Advertisement

Share

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં લિફ્ટમા ફસાયેલી વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : વઢવાણ દૂધની ડેરી પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણમાં એકનું મોત ચાર ઘાયલ.

ProudOfGujarat

જંબુસરમાં વધુ એક 28 વર્ષીય યુવાનનુ હાર્ટએટેકના કારણે મોત, પરિવારમાં શોકનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!