Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજ્ય 108 ના ઓપરેશન હેડ ભરૂચની મુલાકાતે, 19 લોકેશન ઉપર જઈ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો.

Share

ગુજરાત 108 ના ઓપરેશન હેડ સતીશ પટેલે મંગળવારે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. 24 કલાક અને સાતેય દિવસ ઇમરજન્સીમાં કાર્યરત રહેતા ભરૂચ જિલ્લા 108 ના 19 કર્મચારીઓને ઓપરેશન હેડ તેમના લોકેશન ઉપર રૂબરૂ જઈ ઉત્સાહ વધાર્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત 108 ઇમરજન્સી સેવાને રોજના 100 થી 110 કોલ મળે છે. જિલ્લામાં 19 કર્મચારીઓ એમ્બ્યુલન્સ સાથે વિવિધ લોકેશન ઉપર ઇમરજન્સી માટે 24 કલાક ખડેપગે રહે છે. જેઓનો ઉત્સાહ વધારવા રાજ્ય 108 ના ઓપરેશન હેડ સતીશ પટેલ આજે ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જિલ્લાના 19 લોકેશનો ઉપર રૂબરૂ જઈ 108 કર્મીઓનો ઉત્સાહ વધારી તેમની કામગીરીની સરાહના કરી હતી. ઓપરેશન હેડે જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં બે બ્રિજ બની જતા રિસ્પોન્સ ટાઈમમાં ઘટાડો આવ્યો છે. વીતેલા 15 વર્ષમાં ભરૂચ જિલ્લામાં 19 એમ્બ્યુલન્સ દ્વારા 3 લાખ 65 હજાર કેસ એટેન કરાયા છે. જ્યારે રાજ્યમાં 800 એમ્બ્યુલન્સે કુલ 1 કરોડ 35 લાખ કોલ એટેન્ડ કર્યા છે. રાજ્યમાં રોજ 108 ઇમરજન્સી સેવાને 4000 કોલ મળે છે. ઓપરેશન હેડ આગામી બે દિવસમાં નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત લેશે.

ભરૂચ જિલ્લામાં જ છેલ્લા 15 વર્ષની અંદર 108 ઈમરજન્સી સેવાએ 32,750 લોકોનો જીવ બચાવ્યો છે. એમ્બ્યુલન્સની અંદર કુલ 4,678 સગર્ભા માતાઓની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી છે. વધુમાં કોરોના રૂપી મહામારીની અંદર પણ 108 ઈમરજન્સી સેવાએ 18 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2022 સુધીમાં કુલ 3258 લોકોના જીવ બચાવ્યા છે. અને તેમને સુરક્ષિત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. ઓપરેશન હેડે જિલ્લામાં 108 ઇમર્જન્સી સેવા ખીલખિલાટ સેવા, આરોગ્ય સંજીવની સેવા, 181 મહિલા અભ્યમ તેમજ કરુણા એમ્બ્યુલન્સની મુલાકાત લીધી હતી. તમામ જે કર્મચારી મિત્રો 24 કલાક દિવસ રાત માનવજીવન બચાવવા માટે તત્પર રહે છે તેમની કામગીરીને બિરદાવી હતી. સાથે સાથે જિલ્લા ખાતે 108 ઈમરજન્સી સેવાની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વેક્સિનેશન માટે નવા 10 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરના વીસા ફળીયામાં જર્જરીત મકાન ધરાશાય થયું.

ProudOfGujarat

દાહોદ જીલ્લાના મીરાખેડી ગામના તળફળીયા ના ઝારી ઝાખરા માથી 45વષઁ ના યુવાન ની હત્યા કરેલ લાશ મળતા ચકચાર મચી જવાં પામી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!