Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીએનએફસીના CSR વિભાગ-નારદેસ દ્વારા હલદરવા અને રહાડપોર ગામની શાળાઓમાં વધારાના ક્લાસરૂમોનું બાંધકામ કરાયું.

Share

જીએનએફસી સમાજ ઉપર હકારાત્મક અસરો પાડવામાં માને છે અને સમાજના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે. જીએનએફસી તેના CSR વિભાગ-નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (નારદેસ) મારફતે સામાજીક વિકાસની અનેક કામગીરીઓ કરી રહી છે. વૃદ્ધિ અને વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત હોવાનું સર્વમાન્ય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓની અપૂરતી સંખ્યા તથા તેમાંની માળખાકીય સુવિધાઓ અને સંશાધનોની અછતને કારણે આવી શાળાઓમાં પ્રવેશ માટે ઓછો ઉત્સાહ (નિરસતા) જોવા મળે છે તેમજ આવી શાળાઓના બાળકોમાં ડ્રોપ આઉટનું વધારે પ્રમાણ જોવા મળે છે. જીએનએફસીએ હલદરવા અને રહાડપોર ગામની સરકારી શાળાઓમાં વધારાના ક્લાસરૂમોનું બાંધકામ કરી આપીને, આ શાળાઓની માળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો છે.

Advertisement

આવી શાળાઓમાં બાંધવામાં આવેલ ક્લાસરૂમનું ઉદ્ઘાટન ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, IAS દ્વારા તા.12મી સપ્ટેમ્બર, 2022ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ સરકારી પદાધિકારીઓ અને જીએનએફસીના જનરલ મેનેજર (HR) પંકજ સનાધ્યા અને નિતેશ નાયક (મેનેજર-CSR) સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જવલ્લેજ જોવા મળતા GBS રોગની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી

ProudOfGujarat

વડોદરાનાં મકરપુરા વિસ્તારની વલ્લભ કોલોનીમાં તસ્કરોએ હાથફેરો કર્યો

ProudOfGujarat

ઉમરપાડાના ઉભારીયા ગામે ગૌચરની જમીનમાં આદિવાસીઓના દેવસ્થાન પાસે થતાં વિજ સબ સ્ટેશનનું કામ અટકાવવા ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!