Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વાલીયા તાલુકાના કોંઢ ગામ ખાતે ૨ વ્યક્તિ તળાવમાં ડૂબ્યા, એકની લાશ મળી અન્ય એકની શોધખોળ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતે ગામની મધ્યમાં આવેલ તળાવ ખાતે એક યુવક અને એક બાળક ડૂબી ગયા હોવાની બાબત સામે આવતા ભારે ખળભળાટ મચ્યો છે, ઘટનામાં એક વ્યક્તિની લાશ પાણીની બાહર નીકળી આવતા મામલો લોકો વચ્ચે સામે આવ્યો હતો.

હાલ સમગ્ર મામલા અંગે સ્થાનિકો સહિત ફાયરના લાશકરોએ મૃતકની લાશને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી છે તેમજ ઘટનામાં સામેલ અન્ય એક વ્યક્તિની તળાવમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે,હાલ આ મૃતક કોણ છે, તેમજ લાપતા બનેલ વ્યક્તિ કોણ છે અને ક્યાંના છે તે દિશામાં સ્થાનિકો તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

અચાનક ગામ તળાવમાં એક સાથે બે વ્યક્તિઓ ડૂબ્યા હોવાની વાત ગામ સહિત આસપાસમાં વાયુ વેગે પ્રસરતા સ્થળ ઉપર લોકોના ટોળા જામ્યા હતા, જોકે ગણેશ વિસર્જનના દિવસે આ ઘટના બની હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે તળાવની બહાર ઉપસી આવેલ મૃતકની લાશનો હાલ તો પોલીસે કબ્જો મેળવી અન્ય એક યુવકની શોધખોળ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરના જુનાબેટની પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં જૂથ અથડામણ : 19 આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામે પોલીસે રેડ કરી 480 કિલો ગૌમાંસ અને ગાય વાછરડો કબજે લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!