Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : શાળાના પ્રિન્સીપાલે વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું.

Share

ભરૂચમાં ગુરુ અને શિષ્યની ગરીમાંને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હેવાન બનેલા એક શાળાના પ્રિન્સિપાલે એક વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવતા શિક્ષણ જગત માટે કલંકિત કરતી ઘટના સામે આવી છે, ઘટના બાદ મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને હેવાન બનેલા પ્રિન્સિપાલની કરતુતો સામે લોકો ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ એક વિધા મંદિર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા નરાધમે પોતાની જ શાળામાં આવતી માસૂમ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી, વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકીઓ આપી નરાધમ આચાર્ય એ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

Advertisement

વિદ્યાર્થીની શાળાએ ન જતા અને શાળા એ ગયા બાદ સમગ્ર ઘટના અંગેની જાણ ફોન કરી પોતાની બહેનને કરતા મામલા અંગેનો ભાંડો ફૂટ્યો હતો, જોકે હાલમાં સમગ્ર બાબત અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે નરાધમ સામે બળાત્કાર અને પોકસો હેઠળ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, તેમજ તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

કપડવંજ : લાખોનો ચૂનો ચોપડનાર મહિલાની ધરપકડ : રાજ્યવ્યાપી કરોડોના કૌભાંડની આશંકા.

ProudOfGujarat

નડિયાદ : વડતાલમાં ચૈત્રી સમૈયાની પૂર્ણાહુતી કરાઇ.

ProudOfGujarat

પ્રાઉડ ઓફ ગૂજરાતના અહેવાલની અસરથી કોરોનાના માહોલ વચ્ચે ગોધરા નગરપાલિકા તંત્ર દોડતુ થયૂ.જાણો કેમ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!