Proud of Gujarat
FeaturedGujaratINDIA

RMPS ઇન્ટરનેશનલ શાળામાં નર્મદા સહોદયા દ્વારા ભરૂચ- અંક્લેશ્વરની શાળાનાં આચાર્ય અને શિક્ષકો માટે હેલ્થ એન્ડ વેલનેસ ઓફ સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન સેમિનાર યોજાયો.

Share

તા.10 સપ્ટેમ્બરનાં રોજ ભરૂચ સ્થિત આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં સી બી એસ ઇ સ્કૂલમાં નર્મદા સહોદયા દ્વારા ભરૂચ અંક્લેશ્વરની તમામ સ્કૂલનાં આચાર્યની ઉપસ્થિતિમાં શાળાનાં બાળકો માટે હેલ્થ એન્ડ વેલનેસ તેમજ શારીરિક અને માનસિક રીતે સ્થિર- સ્વસ્થ કરવાના હેતુથી સેમિનાર યોજવામાં આવ્યો હતો.

આ સંપૂર્ણ કાર્યક્ર્મ સી બી એસ ઇ માસ્ટર ટ્રેઈનર મિસેલ ગનેસાની દ્વારા કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં અંક્લેશ્વર- ભરૂચ જિલ્લાના તમામ શાળાનાં 90 આચાર્ય – 180 શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા. બાળકો માટે સ્કૂલ થકી ઉચ્ચ વિચારસરણી વિકસે, ખોટી માન્યતાઓથી દુર કેમ રહેવું એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળાના ટ્રસ્ટી રાકેશ જૈન સર, સચીન જૈન સર, મહાવીર જૈન સર, શાળાનાં આચાર્ય મેલરોય મેકડોનાલ્ડ, ઑપરેશન હેડ દર્શન જૈન સર, ફલાયિંગ કીડ્સ હેડ મિસ્ટ્રેસ અર્ચના નેગી પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ, પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવ્યાની આશંકા

ProudOfGujarat

જંબુસર બજાર લોકોની અવર જવરથી ધમધમી ઉઠયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!