આજે આનંદ ચૌદશે દસ દિવસનું અસ્તિત્વ માની વિઘ્નહર્તા દેવની પ્રતિમા મૂર્તિનું તંત્ર દ્વારા બનાવેલ જળકુંડમાં વિસર્જન કરાયું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ યુવક મંડળને આ વર્ષે નર્મદા નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન ન કરવા અનુરોધ કરાયો હતો.
ત્યારે યુવક મંડળ દ્વારા પણ તંત્રને એટલો સપોર્ટ કરી આ વર્ષે યુવક મંડળો દ્વારા પણ જળકુંડમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા ચાર જગ્યાએ જળકુંડ ઊભા કરવામાં આવ્યા હતા. ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરની બાજુમાં આવેલા કુંડમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 250 થી વધુ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું.
જેમાં બે ભરૂચ જે.પી મોદી પાર્ક પાસે ત્યારે બે ભરૂચનાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એક નર્મદા બંગ્લોઝની બાજુમાં ત્યારે બીજો એક ઝાડેશ્વર અલખધામ વિશ્વ ગાયત્રી મંદિર પાસે આમ ચાર જળકુંડ ઊભા કરી દેવામાં આવ્યા હતા ત્યારે અનેક વિસ્તારો સોસાયટીઓ અને વિવિધ માર્ગોમાં સ્થપાયેલ ગણેશજીની પ્રતિમાઓની આજે મુખ્ય જાહેર માર્ગો પર વિસર્જન યાત્રાઓ નીકળી હતી અને આજે ઝાડેશ્વર ખાતે આવેલા વિશ્વ ગાયત્રી મંદિરની બાજુના કુંડમા મોટી સંખ્યામાં વહેલી સવારથી જ આજે ગણેશ યુવક મંડળ દ્વારા પ્રતિમાઓનું વિસર્જન ઢોલ નગારાના તાલે ડીજે સાથે વિસર્જન યાત્રાઓ નીકળી હતી અને શ્રી ગણેશજીની પ્રતિમાઓનો જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં વિઘ્નહર્તા દેવની પ્રતિમાનું કૃત્રિમ જળકુંડમાં કરાયું વિસર્જન.
Advertisement