ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો પ્રારંભ થયો છે. ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા જગદંબાના દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે ભરૂચના વેજલપુર ખાતેથી 80 લોકો તારીખ 25 ના રોજ અંબાજી પગપાળા સંઘ મા જગદંબાના જય જયકાર સાથે માઈભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.
ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારના યુવકો દ્વારા નવ વર્ષોથી સતત વેજલપુરથી અંબાજી પદયાત્રા સંઘ કાઢવામાં આવી રહ્યું છે. ભારત દેશભરમાં કોરોનાની મહામારીના કારણે અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ હવે ફરી એક વખત કોરોની અસર સમાપ્ત થતાની સાથે જ સરકાર દ્વારા માય ભક્તો માટે અંબાજી મંદિર સહિતના ધાર્મિક સ્થળોના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે ત્યારે ભરૂચથી વેજલપુર વિસ્તારના યુવકો દ્વારા અંબાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા તારીખ 25 એ ભરૂચથી પ્રસ્થાન કર્યું હતું અને આજરોજ માં ના ભકતો પગપાળા ચાલીને માં જગત જનનીના માઈભક્તોએ બોલ માડી અંબેના જયકાર સાથે 51 ગજની ધજા ચઢાવી મા ના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
ભરૂચ : વેજલપુરથી નીકળેલ સંઘ પદયાત્રીઓએ જગત જનની માં અંબાના મંદિરના શિખર પર 51 ગજની ધજા ફરકાવી.
Advertisement