ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગુનાઓને ડામવા માટે તેમજ જી.પી.એકટ કલમ 135 મુજબના ગુનાના કામે SIT ની રચના કરવામાં આવેલ જે SIT ની ટીમના પી.એસ.આઇ. વાય.જી ગઢવીનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે અલ્ટો ગાડી નંબર GJ-19-BA-4635 માં ચાર જેટલા ઈસમો બેન્કોમાં વોચ કરી બેન્કોમાં પૈસા ભરવા આવતા જતા લોકોને વિશ્વાસમાં લઈ પૈસા પડાવે છે જે તમામ આરોપીઓને અંકલેશ્વર શહેર ખાતે આવેલા કાલુપુર બેંક નજીકથી અલ્ટો ગાડી સાથે ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રકમ કિં.રૂ. 12400/-, ચાર મોબાઈલ, બે ડેબિટ કાર્ડ, અલ્ટો કાર કિં.રૂ. 2,00,000/- મળી કુલ કીં.રૂ.2,23,400 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીઓમાં (1) નિતેશકુમાર ઉર્ફે રાધેશ્યામ સુંદરલાલ સોનકર (2) રકીબ અહમદ ખાન ઉર્ફે તૌફીક અહમદ ખાન જાતે ગુર્જર (3) જયરામસીંગ ઉર્ફે સુંદરસિંગ સુદર્શનસીંગ પરિહાર (4) વિપિનકુમાર ઉર્ફે લાલપ્રતાપ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ 16 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હતા.
અંકલેશ્વર : બેંકોમાં વોચ કરી બેંકોમાં પૈસા ભરવા આવતા જતાં નાગરિકોને વિશ્વાસમાં લઈ પૈસા પડાવી લેતા ગેંગના ચાર ઇસમો ઝડપાયા.
Advertisement