આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના મુરતિયાઓ અને અપક્ષ દાવેદારી નોંધાવનારા મુરતિયા ચૂંટણીના ચોગઠા ગોઠવવામાં લાગી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં મુખ્યત્વે પક્ષોના પચ્ચીસ દાવેદારો પોતાની કાગળ પક્રિયા આ મહિનાના અંત સુધીમાં સમાપ્ત કરી લે તેવા આયોજનમાં લાગેલા હોય તેમ જાણવા મળી રહ્યું છે.
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા જેમાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, વાગરા અને જંબુસર બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો એ જે પક્ષના કાર્યલયના આંટા ફેરા વધાર્યા છે સાથે સાથે પોતાના રાજકીય ગોડ ફાધરો સાથે પણ સતત સંપર્ક વધાર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે, તો કેટલાક દાવેદારો એ તો અત્યારથી કાગળ પક્રિયા પૂર્ણ કરવામાં લાગી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે, તો જે તે વિધાનસભામાં અપક્ષ તરીકે પોતાની દાવેદારી નોંધાવવા માટે પણ કેટલાય ઉમેદવારોઓએ તૈયારીઓ શરૂ કરી નાંખી છે અને ગમ્મે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થાય તો પોતે તૈયારીમાં હોય તેવા ગેમ પ્લાનમાં ગોઠવાઇ ગયા છે.
હાલ રાજ્યમાં ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા તરફ છે જેની સત્તાવાર જાહેરાતો હજુ બાકી છે,જોકે સુત્રોનું માનવામાં આવે તો મુખ્યત્વે પક્ષો એ જે તે વિધાનસભામાં ચૂંટણી લડવા તૈયારી દર્શવાનાર ઉમેદવારોના બાયોડેટા મંગાવવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસમાં ઉમેદવારોની સેન્સ પક્રિયા સપ્ટેબરના અંત અથવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહે શરૂ થઇ શકે તેમ છે, તો ભાજપના ઉમેદવારો માટે પણ સેન્સ પક્રિયા ઓક્ટોબર માસમાં શરૂ થઇ શકે તેમ છે.
ત્યારે આપ સહિતના અન્ય પક્ષોએ દાવેદારોના બાયોડેટા મંગાવવા સાથેની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે, તો બીજી તરફ અનેક દાવેદારો આજ કાલ ચૂંટણી લડવા અંગેના જરૂરી કાગળો એકત્ર કરવા સુધીની તૈયારીઓમાં લાગી ગયા હોવાનું પણ માલુમ પડી રહ્યું છે, આમ ભેંસ ભાગોળેને છાસ છાગોડે-ને ઘરમાં ધબા-ધબી જેવી સ્થિતિનુ સર્જન ભરૂચના રાજકારણમાં અત્યારથી જામવા જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જોકે હાલમાં તમામ મુરતિયા ઓ પોતે ખુલીને નહિ પંરતુ બંધ બાજીએ પોતાની રણીનીતિ અને રાજકીય ગોડ ફાધરના છુપા સંપર્ક વધારી પોતાની લીટી લાંબી કરવામાં લાગ્યા હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744