Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં પોલીસે જમીનમાં સંતાડેલ વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડી મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી.

Share

ભરૂચ શહેર અને જિલ્લામાં આમ તો સામાન્ય રીતે દારૂ બંધી છે, જિલ્લામાં પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી અનેક બુટલેગરો જેલના સળિયા ગણી આવ્યા તો અનેક નશાના વેપારીઓનો લાખો-કરોડોનો શરાબ પોલીસ વિભાગ દ્વારા અત્યાર સુધી ઝડપી પાડવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં બુટલેગરોમાં જાણે હમ નહિ સુધરેગે જેવી નીતિ જ જોવા મળી રહી છે, આજે પણ જિલ્લાના કેટલાય સ્થાને ભારતીય બનાવટના શરાબનો વેપાર અને વેચાણ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેવામાં હવે પોલીસ પણ વધુ એક વાર એક્શન મોડમાં આવી છે.

ભરૂચ શહેરના દાંડીયા બજાર નજીક આવેલ લોઢવાડના ટેકરા વિસ્તારમાં શહેર એ ડીવીઝન પોલીસની ટીમે દરોડા પાડયા હતા. જ્યાં લોઢવાડના ટેકરા ખાતે રહેતી રક્ષાબેન નરેશભાઈ કહારના ઘરની પાછળ આવેલ ઝાડી, ઝાંખરામાં મિણીયા થેલામાં લાદી અને ઈંટોથી જમીનમાં ખાડો પાડી સંતાડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી શરાબ દારૂની નાની બોટલ નંગ-૨૦૫ કી. રૂ ૨૯,૩૬૪ નો મુદ્દામાલ ઝડપી પાડી મહિલા બુટલેગરને મામલે વોન્ટેડ જાહેર કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં વધુ એકવાર ફફડાટનો માહોલ છવાયો છે.

Advertisement

મહત્વની બાબત છે કે ભરૂચ, અંકલેશ્વર સહિત ઝઘડિયા અને વાલિયાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેટલાય સ્થાને બુટલેગરો સક્રિય બન્યા છે અને બિન્દાસ અથવા છુપા અંદાજમાં પોતાનો નશાનો વેપલો ધમધમાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આવા નશાનો વેપલો ધમધમાવતા બુટલેગરો સુધી જથ્થા બંધ રીતે શરાબનો મોટો જથ્થો કયાંથી અને કોણ જિલ્લામાં પ્રવેશ કરાવે છે અને કોના થકી આખું આ નેટવર્ક ચાલી રહ્યું છે તે ચોક્કસ દિશામાં પણ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન કેન્દ્રિત કરી તપાસ કરવી અત્યંત જરૂરી જણાઈ આવે છે, તેમ કેટલાય જાગૃત નાગરિકો આજે પણ ઇચ્છી રહ્યા છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

GIPCL રચિત દીપ ટ્રસ્ટના સહયોગથી માંગરોળ તાલુકાના દિવ્યાંગ બાળકોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તીનું સ્થાપન વર્ષો વર્ષ થાય તે માટે AMC નો અનોખો અભિગમ.

ProudOfGujarat

_ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામ નજીક ચાર ઇસમોએ મોટરસાયકલ સાથે ફોર વ્હિલ ગાડી અથાડતા એકનું મોત…*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!