Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાલિયા : શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ૭૩ મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરાઇ.

Share

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ વિસ્તરણ રેંજ વાલિયા દ્વારા ગ્રીન ગુજરાત ક્વીન ગુજરાત અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ૭૩ મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોલેજના પટાંગણમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, મામલતદાર એ.ડી.મિસ્ત્રી, નવચેતન એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી કે.વી.સયાણીયા, ટ્રસ્ટી અશ્વિનસિંહ વિહારીયા, વન વિભાગના આર.એફ.ઓ. મહિપાલસિંહ ગોહિલ, વન વિભાગનો સ્ટાફ તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શર્મિલાબેન પટેલ, નિમિષાબેન તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચની ખાનગી શાળાનાં આચાર્યએ વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઇનનું પાલન ન કરતાં હોય તેવો મેસેજ સ્કૂલનાં ગૃપમાં વાઇરલ કર્યો.

ProudOfGujarat

વડોદરા : કરજણનાં મોટી કોરલ ગામમાં આવેલા આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ.

ProudOfGujarat

બાસ્કામાં ગ્રામજનો દ્વારા સજજડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો :સસ્તા અનાજ ની દુકાન નો પરવાનો ગામ બહાર ની મંડળી ને ન આપવા પ્રાંત અધિકારી આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!