જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન- ભરૂચ આયોજિત જિલ્લા કક્ષાના રોલ પ્લે, લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન તારીખ- 6/9/22 ને મંગળવારના રોજ ડાયેટ ભરૂચ ખાતે થયુ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરૂચ પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, ઇન્ચાર્જ પ્રાચાર્યા રેખાબેન સેંજ્લીયાના નેજા હેઠળ ડાયેટની ડી.આર.યુ શાખાના લેક્ચરર સી.આઈ.વસાવા દ્વારા કરવામાં આવ્યું.
રોલ પ્લેમાં ભરૂચ જિલ્લાની ૬ અને લોક નૃત્યમાં ભરૂચ જિલ્લાની ૬ કે.જી.બી.વી અને સરકારી માધ્યમિક શાળાઓએ ભાગ લીધેલ હતો. નિર્ણાયક તરીકે પી.બી સંઘવી, બી.બી.સેડાલા, દૃમાલી દેસાઈ, શજે.સી વાંસદિયા, પી.બી.પટેલ અને ધર્મેશભાઈ મિસ્ત્રીએ જવાબદારી નિભાવી હતી. રોલ પ્લેમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કપલ સાડી અને લોક નૃત્ય સ્પર્ધામાં સરકારી માધ્યમિક શાળા ભીલોડના બાળકોએ મેદાન માર્યું હતું. આમ સમગ્ર કાર્યક્રમમાં સરકારી શાળાના 67 બાળકોએ ખૂબ આનંદપૂર્વક ભાગ લીધેલ.