Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ધોબીવાડ ફાટાતળાવ વિસ્તારના રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડા,૧૧ જુગારી ઝડપાયા.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના બી ડીવીઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ધોબીવાડ ફાટા તળાવ વિસ્તારના મકાનમાં રહેતો ઝાકિર અલી શૈખ પોતાના આર્થિક ફાયદા હેતુથી બહારથી માણસો બોલાવી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાંચનાં કર્મીઓ સ્થળ પર પહોંચી દરોડા પાડયા હતા.

ક્રાઇમ બ્રાંચના દરોડામાં જુગાર રમતા કુલ ૧૧ જેટલા જુગારીઓ જેમાં (1) જાકીરઅલી શુકુરઅલી શેખ (2) સલિમ ઉફે નાન હનીફ મલેક (3) નૂરમહંમદઅબ્દુલ હક્ક શેખ ઉર્ફે બાપુ (4) સાહરૂખ ગુલામરસુલ મીરાસી (5) રાહુલ ચંદ્રશેખર વસાવા (6) રીયાઝ ગોરુભાઈ સૈયદ (7) સલિમ ગુલામ મલેક (8) મહંમદ કેફ અબ્દુલ કાદર (9) ઝમીલ શબ્બીર શેખ (10) સુનિલભાઈ ઉકકડભાઈ વસાવા (11) સલિમ હુશેન કુરેશી નાઓને ૬૫,૪૨૦ ની રોકડ રકમ સહિત મોબાઈલ ફોન મળી કુલ ૧,૦૩,૪૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારી તત્વોમાં ફફડાટ છવાયો હતો.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ગોધરા : R&B વિભાગ દ્વારા રસ્તાઓ અને પુલની કામગીરી ચકાસણી કરાઈ, જીલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર રહ્યા.

ProudOfGujarat

વલસાડમાં ટ્રેક પર ગાયની અડફેટે આવતા વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડયો.

ProudOfGujarat

રાજકોટ : જૂની વાતનો ખાર રાખી ત્રણ શખ્શોએ વૃદ્ધ પર કર્યો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!