Proud of Gujarat
GujaratFeaturedINDIA

૧૦ કરોડ ભાઈ…૧૦ કરોડ….દુષ્યાંતભાઈના ૧૦ કરોડ…ના નારા સાથે, આમ આદમી પાર્ટીએ ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય દુષ્યંત પટેલના મોટા કાનવાળા બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ.

Share

ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ દ્વારા થોડા દિવસ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકરોના પ્રોગ્રામ દરમિયાન રોડ માટેની ૧૦ કરોડની ગ્રાન્ટ બાબતે વિવાદિત નિવેદન આપતા આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા દુષ્યંતભાઈ પાસે પડેલ 10 કરોડની રોડની ગ્રાન્ટ ક્યાં વાપરવી તેના અનુસંધાને દુષ્યંતભાઈના રહેણાંક વિસ્તારથી 500 મીટર દૂર કસક સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ વિધાનસભા વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા હોવા છતાં પણ દુષ્યંતભાઈ પાસે પડેલી 10 કરોડની ગ્રાન્ટ ક્યાં વાપરવી તે ધારાસભ્યને સમજ પડતી નથી જેથી કરીને દુષ્યંતભાઈને સદબુદ્ધિ આપે અને પોતાની પાસે પડેલી 10 કરોડની ગ્રાન્ટ પોતાના વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાને સારા બનાવવા માટે વાપરે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી.

આ વિરોધ પ્રદર્શનમાં આકાશ મોદી, ભરૂચ વિધાનસભા સંગઠન મંત્રી અભિલેશસિંહ ગોહીલ, ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ ગોપાલ ભાઈ, અનિલ જાદવ, પ્રિતેશ પરમાર, ભાવેશભાઈ, દિવ્યેશભાઈ, ધવલભાઇ, દિવ્યેશભાઈ, દક્ષાબેન, નિશાબેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

પાલેજ રેલવે સ્ટેશને એકસપ્રેસ ટ્રેનની અડફેટે યુવકનું મોત.

ProudOfGujarat

નેત્રંગ પંથકમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય : પ્રજાને પડી રહેલ તકલીફો પર ધ્યાન આપી સમસ્યાઓનું નિરાકરણ માટે ઉઠી માંગ…!

ProudOfGujarat

ભરૂચ નગર એટલે ભારતનુ બીજા નંબરનુ સૌથી જુંનુ નગર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!