ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામ ખાતે ગત વર્ષે બનેલા ધર્માતરણના મામલમાં બુધવારે હાઇકોર્ટ દ્રારા ધર્માતરણ કેસમાં વકીલોની દલીલના આધારે 10 માંથી 8 લોકોના જામીન મંજૂર કર્યા છે. કાંકરિયા ગામમાં 100 થી વધુ હિન્દુઓને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મમાં સમાવેશ થતો હોવાના આક્ષેપ સાથે કેસ કરવામાં આવ્યુ હતું તેમજ 10 આરોપીઓ સામે જુદા જુદા કેસો કરવામાં આવ્યા છે. જેમાં હિન્દુ ધર્મના આદિવાસી લોકોને બિરયાની ખવડાવીને કોઇને અનાજનું દાન કરીને તો કોઇને લોભ લાલચ આપીને ધર્મતારણ કરાવ્યા હોવાના આરોપ લાગ્યા છે. તેમની વિરુદ્ર IPC 120 (B) 153 (B) (c) 506 (2) 153 (A) (1) 466,467,468,471 તેમજ ગુજરાત ધર્મ સ્વતંત્ર એકટ 4,54C 3(2) (va) એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે.
જેમાં ભરૂચના એડવોકેટ મુંહમદ કાસીમ વોરા આ કેસને જિલ્લા સ્તરેથી હાઇકોર્ટ સુધી સતત લીડ કરતા રહ્યા છે તેમના અથાગ મહેનત અને હાઇકોર્ટમાં આ કેસની લીડ કરતા સિનિયર એડવોકેટ આઇ એચ સૈયદ જે ઇન્ડિયાના પૂર્વ ASG છે. બંને એડવોકેટના તનતોડ મહેનત અને લાંબી લડત બાદ આખરે ગુજરાત હાઇકોર્ટ દ્રારા 8 જેટલા લોકોને જામીન આપવામાં આવ્યા છે. જેમાં સ્વૈછિક ધર્મ સ્વીકારવવું અને બળજબરથી કરાવવું તેમાં ઘણું અંતર છે બળજબરથી કરાવવું તેને ધર્માતરણ કહેવાય આ મામલે વકીલે જણાવ્યુ કે આ લોકોને મદદ કરવામાં આવી હતી, કોઇને લોભ લાલચ આપવામાં આવી ન હતી મદદ અને લાલચમાં ઘણો અંતર હોય. આં અંગે ભરૂચ જિલ્લા કોર્ટમાં આ બાબતની અંતરને લઇ એડવોકેટ કાસીમ વોરા દ્રારા દલીલો પણ કરવામાં આવી હતી. જોકે ફરિયાદીએ પહેલા હિન્દુ ધર્મમાંથી સ્વૈછિક મુસ્લિમ ધર્મ અપાનાવ્યુ હતુ પરંતુ કોઇ પણ પ્રકારની કલેકટરથી મંજૂરી લેવામાં આવી ન હતી, ફરી મુસ્લિમ ધર્મમાંથી પુન: હિન્દુ ધર્મના અપનાવ્યુ હતું જેમાં એડવોકેટના જણાવ્યા અનુસાર ફરિયાદી બે વખત ધર્મ સ્વતંત્ર અધિનિયમ કલમ 5 ભંગ કર્યુ છે જેમાં ફરિયાદી પોતે આરોપી બને છે.