Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વિધાનસભા ચૂંટણીઓ પહેલા વાગરા બેઠક પર રાજકીય દંગલ યથાવત, ગણતરીના દિવસોમાં ૫૦૦ થી વધુ કાર્યકરોએ પક્ષ પલ્ટો કર્યો.!!

Share

ચાલુ વર્ષેના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની ધારણા છે, તે પહેલાં ભરૂચ જિલ્લામાં બિલાડી પગે હવે રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યો છે, ગ્રાઉન્ડ ઉપર કાર્યકરો અને હોદ્દેદારોની ટિમને મજબૂત કરવા માટે વિવિધ રાજકીય પક્ષોમાં હરીફાઈ જામતી દેખાઇ આવે છે. ભરૂચ જિલ્લામાં વાગરા બેઠક પર આ વખતની ચૂંટણીઓમાં રાજકીય માહોલ રસપ્રદ રીતે જામતો દેખાઇ આવે છે.

વાગરા બેઠકના સમીકરણની વાત કરીએ તો આ બેઠક એક સમયે કોંગ્રેસનું ગઢ મનાતી હતી પરંતુ સમય જતાં એ ગઢ કોંગ્રેસે ગુમાવ્યું અને હવે વાગરા બેઠક પર સત્તા પર ભાજપ યથાવત છે, ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાનું ગઢ ફરી યથાવત કરવા માટે કોંગ્રેસના ઉમેદવારે સહિતના કાર્યકારોએ તનતોડ મહેનત કરી હતી પરંતુ પાતળી સરસાઇથી ભાજપના ઉમેદવારે બાજી મારી વાગરા બેઠક ભાજપનું ગઢ બની ચુકી છે તેવી સાબિતી આપી હતી.

જોકે આ વખતે ભરૂચ જિલ્લામાં મુખ્યત્વે પાંચ પક્ષો ચુંટણીના મેદાનમાં ઝંપલાવશે તેવી અટકળો છે,અને અત્યાર થી આ પાંચેય પક્ષો વાગરા બેઠક પર જીત મેળવવાની રણનીતી માં જોતરાઈ ગયા છે,ભાજપ પોતાની બેઠક સાચવવા ના સમીકરણો માં છે તો બીજી તરફ કોંગ્રેસ ભૂતકાળ નું ગઢ વર્તમાન માં કંઈ રીતે જીતી શકાય તે દિશામાં મંથન કરતું નજરે પડી રહ્યું છે,તો એમ.આઈ.એમ અને આપ સાથે બીટીપી પણ આ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખી ને ઝંપલાવી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે,

Advertisement

વાગરા વિધાનસભા બેઠક પર આજકાલ તોડજોડની રાજનીતિ શરૂ થઇ ચુકી છે, ભાજપે તાજેતરમાં યુવા કોંગ્રેસના અગ્રણી સહિત તેઓના ટેકેદારોને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો, તે તેની સામે કોંગ્રેસે પણ વાગરાના રહિયાલ ગામ ખાતે ૧૨૫ થી વધુ ભાજપ સમર્થક કાર્યકરોને કોંગ્રેસનો ખેસ ધારણ કરાવી પાર્ટીમાં પ્રવેશ આપ્યો હતો, સાથે સાથે કોંગ્રેસે વાગરા બેઠકની પૂર્વ પટ્ટી પર પણ ભાજપના ૭ ગામના ૧૦૦ થી વધુ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ ધારણ કરાવ્યો હોવાનો દાવો કરી વાગરા બેઠક પર કોંગ્રેસમાં અત્યાર સુધી ૫૦૦ જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થયા હોવાનું રાજકીય ક્ષેત્રે માનવામાં આવી રહ્યું છે.

આમ ચૂંટણીઓ અંગેની હજુ તારીખ કે મુરતિયા સત્તાવાર જાહેર નથી થયા પરંતુ વાગરા બેઠકના રાજકીય ગ્રાઉન્ડ લેવલ ઉપર આજકાલ તોડજોડનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે, ભરૂચ જિલ્લાના દક્ષિણથી લઇ પૂર્વ સુધી પ્રસરાયેલી આ બેઠક આગામી વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ માહોલ સર્જી શકે તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે, પરંતુ હાલતો ભાજપ, કોંગ્રેસના અગ્રણીઓ આ બેઠકના ચોગઠા ગોઠવવા રાત દિવસ મહેનત કરતા નજરે પડતા હોય તેમ ગુપ્ત મિટિંગો અને એકબીજાના હોદેદારો અને કાર્યકરોને પોતાની પાર્ટી તરફ આકર્ષવાની રણનીતિ માં લાગ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

વાગરા બેઠક પર માત્ર ભાજપ, કોંગ્રેસ સ્મીત જ વાત નથી અટકી રહેતી અહીંયા આ વખતે આમ આદમી પાર્ટી પણ મજબૂત ઉમેદવારને ઉભા રાખવાની ફિરાકમાં હોય તેમ ચર્ચાઇ રહ્યું છે, તાજેતરમાં જ આપ દ્વારા કોંગ્રેસના દુભાયેલા હોદેદારો અને કાર્યકરોને પક્ષમાં સામેલ કરી રાજકીય ગણિત બગાડ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, તો એમ.આઈ.એમ પણ આ બેઠક પર ઉમેદવાર ઉભા રાખીને વાગરા બેઠક આ વખતે જીત મેળવશે તેવો હુંકાર કરી શકે છે, ત્યારે આગામી ચૂંટણીઓમાં આ બેઠક પર મતદારો માટે અનેક વિકલ્પ રાજકીય પક્ષો તરીકે લોકોને મળવાના છે. જોકે જનતા કયા પક્ષના મુરતિયાને પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કરે છે તે બાબત તો ચૂંટણી પરિણામો ઉપરથી જ કહી શકાય તેમ છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 2274


Share

Related posts

માંગરોળ : મોસાલી ગામે માર્કેટયાર્ડના હાટ બજારમાં મોબાઇલની ચોરી કરનારા બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવાના ગુનામાં 3 ની ધરપકડ

ProudOfGujarat

ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર અઘરું નીકળતા વિદ્યાર્થીઓના સાર્વત્રિક હિતને જોતા પરીક્ષા સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!