જય શ્રી જલારામ સેવા ટ્રસ્ટ મંડળ તથા યુ.એસ.એ ના દાતા ના સહયોગથી પ્રવાસ નું આયોજન કરાયુ. વડીલો એ દિકરી બચાવો નો સંદેશો પાઠવ્યો…
ભરૂચ ઘરડા ઘર ખાતે રહેતા વડીલો ને ધાર્મિક સ્થળો નો પ્રવાસ કરવા માટે એક લક્ઝરી બસ માં વડીલો રવાના થયા હતા.
ભરૂચની સેવાભાવી સંસ્થા જય શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ ભરૂચ તથા યુ.એસ.એ ના દાતા ના સહયોગથી ભરૂચ કસક સ્થિત આવેલા ઘરડા ઘર ના વડીલો ને ધાર્મિક પ્રવાસ માટે ટુર ઉપાડવા માં આવી હતી
જે ઘરડા ઘર ના વડીલો અંબાજી, બહુચરાજી, ખેડબ્ર્હ્મા, મહોડી, મીની વૈષ્ણોદેવી થઈ ગાંધીનગર બાદ વિવિધ ધાર્મિક સ્થળો ના પ્રવાસ કરી પરત ભરૂચ ફરનાર છે
પ્રવાસે નીકળેલા વડીલો એ પણ ખુશી વ્યક્ત કરવા સાથે જણાવ્યું કે વૃધ્ધ માં-બાપ ની સેવા દિકરી એ જ કરે દિકરા નહી આજે જે ધાર્મિક પ્રવાસ કરાવનારી ઓ પણ દિકરી જ છે અને વડીલોના પ્રવાસનો ખર્ચ કરનાર પણ દિકરી જ છે અને એટલેજ દિકરી બચાવ દિકરી પઠાવો દિકરી એક લક્ષ્મી નો રૂપ હોવાનું વડીલો એ જણાવ્યું હતું
માં-બાપ ની સેવા દિકરા કરતા દિકરી ઓ સારી રીતે કરતી હોય છે માટે દિકરી બચાવો નો સંદેશો વડીલો એ પાઠવ્યો હતો.