Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની મુન્શી વિધાધામ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

Share

ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારત દેશમાં આજે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5 મી સપ્ટેમ્બર ૧૮૮૮ માં તિરુમણી (ચેન્નાઈ) માં થયો હતો. તે બચપણથી ખુબ જ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે મનોવિજ્ઞાન, ઇતિહાસ, ગણિતમાં વિશેષ લાયકાત મેળવી ફિલોસોફીમાં અનુસનાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમણે તેમના જીવનમાં ઘણા પુરષ્કાર અને સન્માન મેળવી મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમણે તેમના જીવનમાં અંગ્રેજી ભાષામાં ૬૦ પુસ્તકો લખ્યા હતા. આવા મહાન વ્યક્તિની યાદમાં મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જુદીજુદી શાળાઓ, કોલેજ અને આઇટીઆઇ માં શૈક્ષણિક પ્રોગ્રામોનું આયોજન થયું હતું.

મુનીર મુન્શી, વાય.યુ. મેમોરિયલ અને દાઉદ મુન્શી વિજ્ઞાન પ્રવાહ શાળામાંથી લગભગ ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ઈનામ આપવામાં આવ્યું હતું. તથા બપોર પછીના પ્રોગ્રામમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અલીફ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી માથી લગભગ ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાતોની ટીમ દ્વારા શિક્ષક બનેલા ઉત્તમ શિક્ષકોને ગિફ્ટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. હાજી વલી બાપુ પ્રાઇમરી શાળામાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાથી ઉત્તમ ગુણવત્તાવાળા શિક્ષકો પસંદ કરી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

Advertisement

હાજી અહમદ મુન્શી આઇ.ટી.આઇ. માં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આજના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાથી બેસ્ટ શિક્ષકને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોગ્રામના અંતે મુન્શી ટ્રસ્ટ દ્વારા શિક્ષકદિન નિમિત્તે દરેક શિક્ષકોને તથા આજરોજ બનેલા શિક્ષકોને ખૂબખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


Share

Related posts

સુરતમાં આગની ધટનાઓ બનવાથી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વગરની દુકાનો અને ઓફિસને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

બિટુલ ગેંગનાં આરોપીઓની તપાસ અર્થે દસ દિવસના રિમાન્ડ મંજૂર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!