પાંચમી સપ્ટેમ્બર એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં શિક્ષક દિન તરીકે ઉજવણી થાય છે. આ શિક્ષક દિનના દિવસે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન કરવામાં આવે છે ત્યારે પાંચમી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીના હસ્તે રાજ્યના શિક્ષકોને સન્માનવામાં આવ્યા તે પૈકી ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક શિક્ષક તરીકે ભરૂચ તાલુકાની શાળામા અરવિંદ એજ્યુકેશન ટ્રસ્ટ, ઝનોર સંચાલિત શ્રી માં અરવિંદ વિદ્યાલયના ગૌરાંગભાઈ દિનેશભાઈ પટેલ કે જેઓ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક છે તેઓનું પણ મહામહિમ રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક સહ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
ભરૂચ તાલુકા જિલ્લા તેમજ શ્રી મા અરવિંદ શાળાના ટ્રસ્ટીગણ અને જનોર ગામનું આ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મહામહિમ રાજ્યપાલના હસ્તે થયું તે સૌ ગૌરવની લાગણી અનુભવે છે. આ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન એ ભરૂચ જિલ્લા, તાલુકા, શાળા તેમજ ઝનોર ગામનું સન્માન થયું હોવાની લાગણી અનુભવે છે અને સૌ ગ્રામજનો તેમજ શાળા પરિવાર શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા ગૌરાંગ પટેલને અભિનંદન પાઠવે છે. વધુમાં તેઓ તેમના આમોદ તાલુકાના સરભાણ પ્રગતિશીલ ગામના વતની હોય સરભાણ ગામનું પણ ગૌરવ વધારવામાં તેમનો અનન્ય ફાળો રહ્યો હોય સરભાણ ગામ પણ તેઓને અભિનંદન સહ ગૌરવની લાગણી અનુભવે છે.