ભરૂચ નગરપાલિકા પમુખ તથા મુખ્ય અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તા.31/08/2022 ના રોજથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થયેલ છે. ભરૂચ શહેરમાં સ્થાપના કરવામાં આવતા એક દિવસથી લઈને દશ દિવસ સુધીના નાની મોટી ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન માટે નગરપાલિકા તરફથી જે.બી.મોદી પાર્કની સામે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ભરૂચ શહેરના ગણપતિ મંડળો દ્વારા લાવવામાં આવેલ ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું રહેશે.
Advertisement