ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજવવા જઈ તરફ જઇ રહી છે, તેવામાં મજબૂત લોકશાહી અને સૌની ભાગીદારીના લોકશાહીના અવસરને વધુ મજબૂત બનાવવા અને યુવા મતદારોને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવાના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને ભરૂક કલેક્ટર દ્વારા જિલ્લાના વરિષ્ઠ મતદારોને પ્રમાણપત્ર પહોંચાડી તેઓના જુસ્સામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા ૫૦ વર્ષ ઉપરાંતના સમયથી લોકશાહીના અવસર એવી દરેક ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા નાગરિકોને પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે, પ્રમાણપત્રમાં જણાવ્યું છે કે “ભારતનું ચૂંટણી પંચ આપણી લોકશાહીને વધુને વધુ શુદ્ધ બનાવવા અવીરતપણે કાર્યશીલ છે, છેલ્લા પચાસ વર્ષથી પણ વધુ સમયથી દરેક ચૂંટણીમાં મતદાન કરવાનો આપનો ઉત્સાહ અને જુસ્સો પ્રશંસનીય છે, લોકતાંત્રિક પક્રિયા પ્રત્યેની આપની આ નિષ્ઠાને અમે હૃદય પૂર્વક બિરાદાલવીએ છીએ, આશા છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ અચૂક મતદાન કરીને આપ યુવા મતદારો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડશો, વરિષ્ઠ નાગરિકો માટે ચૂંટણી પંચ દ્વારા અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનો જરુર પ્રમાણે ચોક્કસ લાભ ઉઠાવશો તેવી વિનંતી છે, તેમ જણાવી તેઓને બિરદાવ્યા હતા.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744