ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની ઋતુ એ અનેક જિલ્લામાં સારો એવો વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં પણ ચોમાસાની ઋતુ નોંધપાત્ર જોવા મળી હતી. જિલ્લામાં સિઝનનો ૧૦૦% વરસાદ નોંધાઇ ચુક્યો છે, જોકે છેલ્લા ૧૫ દિવસથી મેઘરાજા ન વરસતા ચોમાસએ વિદાય લીધી હોવાનું લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
જોકે એક સપ્તાહ ઉપરાંતના સમય બાદ આજે વહેલી સવારથી હવામાન વિભાગની આગાહી બાદથી જ ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવો ભરપૂર જામ્યો હોય તેમ કાળા ડિબાંગ વાદળોની ફોજ વચ્ચે મેઘરાજા એ તોફાની ઇનિંગ શરૂ કરી હતી, સતત અર્ધો કલાક સુધી તોફાની વરસાદી માહોલ બાદ ઠેક ઠેકાણે પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લામાં ભારદરવો ભરપૂર જામતા ચોમાસા ખેતીમાં પણ નુક્શાનીની આશંકાઓ સેવાઇ રહી છે, કારણ કે ચોમાસા દરમિયાન જે કપાસ સહિતના પાક ઉભા થયા હતા તે પાક ભાદરવાના વરસાદમાં બગડી જવાની ભીતિ સેવાઇ રહી છે. ભરૂચના હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, ઝઘડિયા સહિતના આસપાસમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલની જમાવટ બાદ છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારો અનુભવતા લોકોએ વાતાવરણમાં ઠંડક અનુભવી હતી.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744