અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા રોડ કિમી ૦/૦ થી ૧૪/૦ પર ચેઈનેજ કિ.મી. ૭/૦૦ થી ૭/૨૦૦ પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં હોઈ બ્રિજ પરથી જાહેર જનતાની સલામતી માટે તમામ પ્રકારના ભારે વાહનોની સંપૂર્ણ અવર-જવર પર પ્રતિબંધ મૂકવો આવશ્યક જણાય છે. જેથી ભરૂચ અધિક કલેક્ટરર એન.આર.ધાંધલે સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩ (૧)(બી) અન્વ યે મળેલ સત્તાની રૂ એ તા.૩૦/૦૮/૨૦૨૨ થી તા.૩૦/૧૨/૨૦૨૨ સુધી જાહેર જનતાની સુવીધા અને સલામતી માટે અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા રોડ પર આવેલ બ્રીજના બંને તરફથી પસાર થતાં તમામ પ્રકારના ભારે વાહનોની સંપૂર્ણ અવરજવર બંધ કરવા જણાવેલ છે.
આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અંકલેશ્વર તરફથી આવતાં વાહનો મુલદ ચોકડી-ગોવાલી-ગુમાનદેવથી ઝઘડિયા તરફ અવર-જવર કરી શકશે. તથા ઝઘડિયા તરફથી આવતાં વાહનો ગુમાનદેવ-ગોવાલી-મુલદ ચોકડીથી અંકલેશ્વર તરફ અવરજવર કરી શકશે. આ જાહેરનામાનાં ઉલ્લંઘન કરનારને ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ – ભરૂચે એક જાહેરનામાં દ્વારા જણાવ્યુ છે.