ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં ગુજરાત સરકારના મુખ્ય નાયબ દંડક માન્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કોમ્યુનિટી હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ હોલના બાંધકામ માટે રૂ.પાંચ લાખની ગ્રાન્ટ માન્ય ધારાસભ્યએ ફાળવેલ હતી. ગામના આદવાસી વિસ્તારમાં હોલના લોકાર્પણથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ ઐયુબ શેઠ, સભ્ય શાહબુદ્દીન, ભીખાભાઈ ઈશ્વરભાઈ પરમાર મોટી સંખ્યામાં ગામના વડીલો, બહેનો દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ભરૂચ તાલુકા સફાઈ કામદાર સેલના આગેવાન રાજેશભાઈ સોલંકીએ તમામ ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Advertisement