યુથ એન્ડ ઇકો ક્લબ અને પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ઉત્કૃષ્ટ કાર્ય કરતી પ્રાથમિક શાળા સુવા, તા.વાગરા, જી. ભરૂચમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત પર્યાવરણ પ્રયોગશાળા વર્કશોપ અંતર્ગત જિલ્લાની વિવિધ 70 સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચની ટીમ દ્વારા એક્સપોઝર વિઝીટ કરવામાં આવી.
શાળામાં પર્યાવરણ અને ઇકો ક્લબ અંતર્ગત થતી પ્રવૃતિઓની માહિતી શિક્ષક એંથેની મેકવાને આપી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રીતિબેન સંઘવી તથા જતીનભાઈ મોદીએ સૌને માર્ગદર્શન આપ્યું હતું. વાગરાનાં બી. આર. સી કો – ઓરર્ડીનેટર ખ્યાતિબેન મહેતા હાજર રહ્યા હતાં.અંતમાં આચાર્ય નારણભાઇ પરમારે આભારવિધિ કરી.
Advertisement