માય લિવેબલ ભરૂચ અંતર્ગત સી એસ આર પ્રવૃતિ હેઠળ પેટ્રોનેટ એલએનજી લી. દ્વારા સાઈ સિંજીની એકેડમી તરફથી પાંચ દિવસ માટે ચિત્રકાર તથા કથ્થક નૃત્ય પ્રદર્શનનો નિર્દશન કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ”કથા રંગ” યોજાયો હતો.
આ વેળાએ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું કે, પેટ્રોનેટ એલએનજી લી દ્રારા આ પ્રકારની સી એસ આર પ્રવૃત્તિ એ મારા રાજકીય જીવનમાં સૌ પ્રથમ જોવા અને માણવા મળી હતી. જે બદલ તેમણે આ કંપનીની પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત ભરૂચમાં આ પ્રસંગે સમગ્ર ભારતના ખ્યાતનામ કલાકારો “કથા રંગ” હેઠળ એક જ મંચ પર એકત્રિત થયા છે તે બદલ જિલ્લા માટે ગૌરવ અનુભવાય તેવી અનુભૂતિ થાય છે તેમ તેમણે જણાવ્યું હતું. આ વેળાએ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ ઇવેન્ટમાં ભાગ લેવા બદલ ધારાસભ્યએ અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસર ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિ દર્શાવીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વધુમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના તાલીમ આપનાર શિક્ષકોએ પણ કથ્થક નૃત્ય પ્રદર્શિત કર્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓને પોતાની ચિત્રકલા તથા સાંસ્કૃતિક નૃત્યના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મહાનુભાવોના વરદહસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોનેટ એલએનજી લી.ના કંપનીને સ્થાપનાના ૨૫ વર્ષની પૂર્ણાહૂતિ કરેલ છે.જે અંતર્ગત સી એસ આર પ્રવૃતિ થકી આ સાંસ્કૃતિક કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, પેટ્રોનેટ એલ એન જી ના એમ ડી મુકેશ ગુપ્તા સહિત તથા વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સાઈ સિંજીની એકેડમી દ્વારા ચિત્રકાર પ્રદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ “કથા રંગ” યોજાયો.
Advertisement