ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસને એમના હેલ્થ એન્ડ ફિટનેસ એન્ડ સાયકલિંગ માટે આગળ પડતા યોગદાનથી ઇન્ડિયા સ્ટાર એવોર્ડ તરફથી ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ આપવામા આવ્યો. જે ભરૂચ જિલ્લા માટે ખુબ જ ગૌરવની વાત છે.
સ્વેતાબેન ૩ વર્ષથી દરરોજ ૩૦-૪૦ કિ.મી. સાયકલિંગ કરે છે અને ભરૂચ તથા અંકલેશ્વરના સાયક્લિસ્ટ ફિટનેસ માટે જાગૃતિ લાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા રહે છે. સ્વેતાબેને જે રીતે નિયમિત સાયકલિંગ કરીને પોતાનું ૩૦ કિલો વજન ઘટાડયુ છે. આ ઊપરાંત સ્વેતા વ્યાસ ભરૂચ જિલ્લામાંથી 200 Km BRM માં ભાગ લેનારા પ્રથમ મહિલા હતા. પ્રસંગે ભરૂચના એ.એસ.પી. વિકાસ સુંડા સાહેબે પણ તેઓને સન્માનિત કર્યા હતા.
Advertisement