Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પૂરના પાણીમાં ખેતીની જમીનો ડૂબાણ સાથે ધોવાણ થતા ખેડૂત પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગ કરી.

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમના ભાગે છોડવામાં પાણીના પગલે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાય છે. નદીમાં પુરના પાણી આસપાસના કાંઠા વિસ્તારની જમીનોમાં પ્રવેશી જતા દર વર્ષે કેટલાય ખેડૂતોની જમીનનું ધોવાણ સાથે મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે.

આજરોજ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કાંઠે વસતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂત પરિવારો એ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી ચાલુ વર્ષે નર્મદા નદીમાં આવેલ પુરના પાણીના કારણે ખેતરો ડૂબાણ તથા જમીનનું ધોવાણ થયા બાબતે રાહત અને વળતર મેળવવાની માંગ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી.

Advertisement

ખેડુતો એ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે જેની સીધી અસર તેઓના ખેતરો ઉપર પડી રહી છે, સાથે સાથે આગામી સમયમાં ભાડભૂત બેરેજ યોજના પણ બનવા જઈ રહી છે જેના કારણે નદીમાં પાણીનું સંગ્રહ રહેશે તેના પગલે ભરૂચના નદી કાંઠે ખેતરોને નુકશાનીની શક્યતાઓ જોવાઇ રહી છે, જે પહેલા ગોલ્ડન બ્રિજથી ઝાડેશ્વર નીલકંઠેશ્વર સુધીના નર્મદાના કાંઠા વિસ્તાર પ્રોટેક્શન વોલ દીવાલ સરકાર દ્વારા બાંધવામાં આવે તો ખેડૂતોને થતા નુકશાનમાંથી મુક્તિ મળી શકે તેમ છે.

ખેડૂત પરિવારોએ આજે આવેદનપત્ર પાઠવી તેઓની સમસ્યાઓનો વહેલી તકે તંત્ર દ્વારા ઉકેલ લાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વડોદરાના જયવીર ગઢવી એ યુપીએસસી પરીક્ષામાં 341 ગુણ મેળવ્યા.

ProudOfGujarat

અમદાવાદ-ટ્રાફિક પોલીસની રીક્ષા ચાલકો સામે કાર્યવાહી-251 શટલ રીક્ષા કરી ડિટેઇન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર, ધારાસભ્યથી લઇ ન.પા નાં કર્મીઓ કોરોના પોઝીટીવ આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!