Proud of Gujarat
INDIAFeaturedGujarat

આમોદ તાલુકાના અનોર ગામે મકાનની કાચી દીવાલ ધસી પડતાં મહિલાનું કરૂણ મોત.

Share

આમોદ તાલુકાના અનોર ગામે સવારે નગરીમાં રહેતા એક મકાનની કાચી દીવાલ ધસી પડતાં મહિલાનું વધુ ઇજા થવાથી કરુણ મોત થયું હતું. જ્યારે તેના પતિને ગંભીર ઇજાઓ થતાં સારવાર હેઠળ છે તેમજ દોઢ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો. પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ તાલુકાના અનોર ગામે આજે સવારે ૬:૩૦ કલાકે નવીનગરીમાં રહેતાં સુરેશ ઉદેસંગ વસાવાનો પરિવાર મીઠી નીંદર માણી રહ્યો હતો ત્યારે તેમના મકાનની કાચી દીવાલ અચાનક ધસી પડતાં પરિવારના સૌ સભ્યો દબાઈ ગયા હતા. જેમાં સુરેશ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેમની દોઢ વર્ષની છોકરી ખુશીનો આબાદ બચાવ થયો હતો. તેમજ તેમની પત્ની સેજલનું વધુ ઇજા થવાને કારણે મોત થયું હતું. આમોદ પોલીસે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મરણ જનાર સેજલ વસાવાનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી. અનોર ગામના આગેવાન અને આમોદ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મહેન્દ્રભાઈ વસાવાએ ગરીબ પરિવાર ઉપર થયેલી ગંભીર દુર્ઘટના બાબતે દુઃખ વ્યક્ત કરી ભોગ બનનાર પરિવારને સરકારી સહાય મળે તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારના પરીવારજનોને મળીને વિગતો મેળવી.

ProudOfGujarat

રાજકોટનાં મેટોડા GIDC માં આવેલ ફેકટરીમાં બ્લાસ્ટ : ૪ શ્રમિકો દાઝ્યા, એકનું મોત.

ProudOfGujarat

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની આન બાન અને શાન સાથે શાનદાર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!